ગુજરાતમાં ભાજપની જીતનો ધમાકેદાર આરંભ થયો છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈને ભાજપે મેળવેલી પહેલી મોટી જીત બની છે. આ એક ઐતિહાસિક જીત બની છે. ભાજપે પોતાના ટ્વિટર પેજ પર લખ્યું કે, પ્રચંડ વિજયગાથાનો સુરતથી પ્રારંભ. સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન. તો સીઆર પાટીલે ટ્વિટ કરતા લખ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું. સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતાં.
સુરત લોકસભા બેઠક ભાજપે બિન હરીફ જીતી છે. ગુજરાતમાં 26 બેઠકોમાંથી એક બેઠક પર ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ બન્યા છે. સુરતમાં ભાજપે નવો ઈતિહાસ રચી દીધો છે. દેશમાં ગુજરાત ભાજપે ઈતિહાસ રચી દીધો છે. સુરતમાં ભાજપની બલ્લે-બલ્લે થઈ છે. સુરતમાં ભાજપ સામે કોઈ નહીં ટક્કરમાં નથી. સુરતમાં ભાજપ જ સિકંદર સાબિત થયું છે. સુરતમાં વિપક્ષ ચારેખાને ચિત્ત થયું છે.
આ વિશે ભાજપના સહપ્રવક્તા દીપક જોશીએ કહ્યું કે, અમારા માટે આનંદની વાત છે. ગુજરાતમાં આઝાદી પછી ભાજપની પ્રથમ બેઠક બિન હરીફ બની છે. જે ઉમેદવારોએ ફોર્મ પરત ખેચ્યું છે તેઓએ ભાજપનો સાથ આપ્યો છે. સત્તાવાર જાહેરાત ચૂંટણી પંચ 5 કલાકે જાહેર કરાશે. ગુજરાતની તમામ બેઠકો જીતવામાં આવશે. બાકીની 25 બેઠકો 5 લાખની લીડથી જીતવામાં આવશે. 2 દિવસથી આક્ષેપ કરવામાં આવ્યા છે એ પાયાવિહોણા છે. સુરતની સીટ પર અન્ય કોઈ ઉમેદવાર છે નહિ એટલે બિન હરીફ જ કહી શકાય.