“દર્શન ગોળા”નો માલિક કોણ? આટલી બધી લારીઓ, ગાડીઓમાં કરોડોનો બિઝનેસ,
ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે મફતિયા જગ્યામાં મફતલાલો વધી ગયા છે, ભાડું નહીં, કાઈ નહીં, ફક્ત લારી એટલે ગરીબનું પ્રમાણપત્ર કહી શકાય, ત્યારે ફક્ત GJ-18 જિલ્લા શહેરમાં “દર્શન ગોળા ડીસ”ની 150 થી વધુ લારીઓ તથા વાહન ઉપર જમાવટ કરીને અનેક સરકારી જગ્યા ઉપર કબજો જમાવ્યો છે, સ્વણીમ પાર્ક ખાતે રાત્રે જાઓ એટલે ઓછામાં ઓછી 20 થી વધારે લારીઓ અને ટેમ્પામાં ધંધાર્થી જોવાય ,ત્યારે “દર્શન ગોળા ડીશ”નો માલિક કોણ ? જોવા જઈએ, તો એક લારી બે લાખથી વધારે ની બને છે, અને ટ્રકમાં જે બનાવવામાં આવે છે, તે 10 લાખની આસપાસ બને છે, ત્યારે લારીવાળો ખરો પણ કરોડપતિ કહી શકાય…
હાલ શહેરમાં ઉનાળાની સીઝન શરૂ થયા બાદ રાત્રે સોડા પીવાની લાઈનો બાદ ઠંડા પીણાની લારીઓ પર પબ્લિક નો જમાવડો જોવા મળે છે, ત્યારે કોલેરા થી લઈને અનેક પાણીજન્ય રોગો એ માથું ઊંચક્યું છે, ત્યારે “ડિશ ગોળા” આરોગ્ય પ્રદ માટે ખૂબ જ મોટું જોખમ રહેલું છે, ત્યારે સાંજે લોકો હવા ખાવા અને ગરમીમાં રમવા માટે બાળકોને લઈને આવ્યા બાદ ઠંડા પીણાની ગોળા ડીશ પર તૂટી પડતા સ્વણીમ પાર્કની ફૂટપાથો હવે રાહદારી ઓને ચાલવા માટે નહીં, પણ ગોળાની ડીશ વાળાઓ એ કબજો જમાવતા અનેક નાગરિકો નીચે ચાલવા અને રોડ ઉપર આવવા મજબૂર બન્યા છે,
બોક્સ
– લારી જોઈને લાગે કે રોજગારી કમાય છે, પણ અહીંયા એક જ પેઢીની GJ-18 ખાતે 150 થી વધારે લારી, ટ્રકો સાથે “ડિશ ગોળા”નો બિઝનેસ કરી રહ્યા છે, ત્યારે અનેક જગ્યાઓ ઉપર જમાવટ કરીને સરકારી જગ્યામાં અનેક જગ્યા જે, રોડ, રસ્તા, ચાર રસ્તા, ગ્રાહકોની ભીડ હોય ત્યાં કબજો જમાવી દીધો છે,
– દર્શનનો પર્શન કોણ? બાકી દર્શનનો પર્શન કરોડપતિ હોવો જોઈએ, એક લારી બે લાખમાં બને, છોટા હાથી કે ટ્રકમાં બનાવે તો પાંચથી દસ લાખ ,ત્યારે આ રોકાણ જોતા અને શહેરમાં “દર્શન ગોળા” ડીશ GJ-18 ખાતે 150 થી પણ વધારે છે, “ડિશ ગોળા વાળા”ની આટલી બધી લારીઓ ના હોય ,એટલે કોઈ કરોડપતિનું રોકાણ હોવાની શક્યતા.