ખાનગી બસો પર સવારના આઠથી રાતના 10 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવતા પોલીસના જાહેરનામાને હાઇકોર્ટે યોગ્ય ઠેરવ્યો…

Spread the love

અમદાવાદ શહેરમાં પ્રવેશતી ખાનગી લકઝરી બસો, સ્લીપર કોચ બસો, 33 સીટથી વધુ બેઠક વાળી 7500 કિલોથી વધુ વજન ધરાવતી ખાનગી બસો પર સવારના આઠથી રાતના 10 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવતા પોલીસના જાહેરનામાને ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂૂદ્ધ પી. માયીની ખંડપીઠે યોગ્ય ઠરાવ્યો છે અને સિંગલ જજના ચુકાદાને બહાલી આપી છે.

આ સાથે ખાનગી બસ સર્વિસ ઓપરેટરોને હાઇકોર્ટમાંથી વધુ એકવાર ઝટકો મળ્યો છે.ખંડપીઠે અપીલને રદ કરતાં એવી ટકોર કરી હતી કે,ખાનગી બસોને સવારના આઠથી રાતના 10 વાગ્યા સુધી શહેરમાં પ્રવેશની મંજૂરી આપી શકાય નહીં.ઓક્ટોબરમાં હાઇકોર્ટના જસ્ટિસ વૈભવીબહેન ડી.નાણાવટીએ એક ચુકાદા મારફતે ખાનગી બસોને 8થી રાતના 10નો વાગ્યા સુધીના પ્રતિબંધને યોગ્ય, વાજબી, કાયદેસર અને બંધારણીય ઠરાવ્યો હતો. બસ સર્વિસ ઓપરેટર કંપની શ્રીનાથ ટ્રાવેલ એજન્સી પ્રા.લિ.એ હાઇકોર્ટ સમક્ષ પોલીસ કમિશનરના જાહેરનામાને પડકારી તેને રદબાતલ કરવાની દાદ માગી હતી. આ જાહેરનામું તેમના ધંધા-વેપાર કરવાની સ્વતંત્રતા પર તરાપ મારતું હોવાની દલીલ કરી હતી. જસ્ટિસ નાણાવટીએ આ રિટ ફગાવતાં ઠરાવ્યું હતું કે,ટ્રાફિક, માર્ગ અકસ્માતો અને પ્રદૂષણ જેવી સમસ્યાના સમાધાનરૂૂપે કરાયેલ આ જાહેરનામું અમદાવાદના નાગરિકોના હિતમાં હોઇ તેને અયોગ્ય ગણી રદ કરી શકાય નહીં. જે ચુકાદા સામે બસ ઓપરેટરોએ ડિવિઝન બેંચ સમક્ષ અપીલ દાખલ કરી હતી.

આ કેસની સુનાવણીમાં અરજદારોએ એવી દલીલ કરી હતી કે,શહેરના રસ્તાઓ પર થતાં ટ્રાફિકજામનો મોટો હિસ્સો ટુ વ્હીલર્સનો છે અને સત્તાવાર ડેટા મુજબ 75 ટકા ટ્રાફિક ટુ વ્હીલર્સના કારણે થાય છે. ખંડપીઠે ટકોર કરી હતી કે,કોઇ વ્યક્તિ એમ ન કહી શકે કે તેના કારણે ટ્રાફિક જામ થતો નથી. તેથી પોલીસને નિયંત્રણ કરવો પડે અને એમાં કંઇ ખોટું નથી. તમે ઇન્ટરસિટી બસો છો અને તેમને ગમે તે સમયે શહેરમાં પ્રવેશની મંજૂરી આપી શકાય નહીં. કોણ રસ્તા પર ગાડી દોડાવશે અને ઓથોરિટી એને કઇ રીતે નિયંત્રિત કરશે એના આદેશો કરવા અમારા માટે અશક્ય છે. તમે લોકલ મુવમેન્ટને અટકાવી શકો નહીં. સ્થાનિકોને પ્રાથમિકતા આપવી જ પડે.

અગાઉ પણ હાઇકોર્ટે ટકોર કરી હતી કે,2004માં મળેલી છૂટછાટ બાદ હવે પરિસ્થિતિ બદલાઇ છે. શહેરમાં વાહનો, ટ્રાફિક અને રોડ અકસ્માતો વધ્યા છે. તેથી ખાનગી બસોને સવારના આઠથી રાતના 10 વાગ્યા સુધી શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપી શકાય નહીં. તંત્ર દ્વારા જે નીતિવિષયક નિર્ણય લેવાયો છે એમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com