અમદાવાદ જિલ્લા ડેપ્યુટી કલેકટર રિદ્ધિ શુક્લા
CIVIGIL પોર્ટલ પર આજ દિન સુધીમાં 1026 અને કંટ્રોલરૂમ પર 4,900 ફરિયાદો મળી જે તમામ ફરિયાદોનો નિકાલ કરાયો : ડેપ્યુટી કલેક્ટર રિદ્ધિ શુક્લા
અમદાવાદ પૂર્વના ઉમેદવારના ખર્ચની ચકાસણી 25 અને 29 એપ્રિલ અને ત્રીજી મેના રોજ જ્યારે અમદાવાદ પશ્ચિમ નો ઉમેદવારના ખર્ચની ચકાસણી 26 અને 30 એપ્રિલ અને ચોથી મેના રોજ કરાશે
અમદાવાદ
અમદાવાદ જિલ્લાના ડેપ્યુટી કલેકટર રિદ્ધિ શુકલાએ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લાના ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચ નિયત કરેલી મર્યાદા મુજબ ખર્ચ કરી શકશે. ખર્ચ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, તેના હિસાબો બરોબર જળવાય રહે છે કે નહીં તેના માટે એક ઓબ્ઝર્વરની નિમણૂક પણ કરવામાં આવે છે. તમામ ઉમેદવારના ખર્ચની ત્રણ વાર ચકાસણી કરવામાં આવે છે. અમદાવાદ પૂર્વના ઉમેદવારના ખર્ચની ચકાસણી 25 અને 29 એપ્રિલ અને ત્રીજી મેના રોજ કરવામાં આવશે જ્યારે અમદાવાદ પશ્ચિમ નો ઉમેદવારના ખર્ચની ચકાસણી 26 અને 30 એપ્રિલ અને ચોથી મે ના રોજ કરવામાં આવશે. જે ખર્ચ કરે છે તે ખર્ચના ભાવ નંગદીઠ નક્કી કરવામાં આવ્યા છે. ખાવા પીવાથી લઈ મંડપના ઉમેદવારના ખર્ચ એક સમાન ભાવ સાથે ખર્ચ કરી શકે જેથી સામ્યતા જળવાય રહે.
રિદ્ધિ શુકલાએ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણીને લગતી કોઈપણ ફરિયાદ બે પ્રકારે લેવામાં આવે છે. CIVIGIL પોર્ટલ પર આજ દિન સુધીમાં 1026 ફરિયાદો મળી છે જે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે આચારસંહિતા ભંગ નો અમલ જે ફરિયાદમાં ન દેખાયો તેવી ફરિયાદોને અગ્રાહ્ય પણ કરવામાં આવી છે. જિલ્લામાં 24 કલાક કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે જેમાં 4,900 ફરિયાદો આવી છે જે અનેક પ્રકારની હોય છે પોસ્ટર્સ , બેનર મતદાતાનો બૂથ ક્યાં આવેલો છે તેવી અનેક ફરિયાદો આવેલી છે. આ તમામ ફરિયાદોનો સંપૂર્ણપણે નિકાલ કરવામાં આવ્યો છે. ફરિયાદ મળતાની સાથે એફ એસ ટી એટલે કે ફ્લાઈંગ સ્ક્વર્ડ ટીમ ( FST), અને એસએસટી પણ કાર્યરત છે.
ભારતના ચૂંટણી પંચની ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ અંગેની સુચનાઓ મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ માં ચૂંટણી લડતા તમામ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ અંગેના રજીસ્ટર રોજીંદા ધોરણે નિભાવવાના રહે છે. તેમજ તેની ચકાસણી ખર્ચ અંગેના ઓબઝર્વર અને આ અંગે નિયુકત ટીમ દવારા કરવાની રહે છે.ચૂંટણી ખર્ચમાં ઉમેદવારો તરફથી કરવામાં આવતાં પ્રચાર દરમિયાન મંડપ, ફર્નિચર, સભા, મીટીંગ, ઇલેકટ્રોનીક આઇટમ, સાઉન્ડ સીસ્ટમ, ભોજન, પ્રચાર-પ્રસાર-જાહેરાત માટે ફરતા વાહન, હોર્ડીંગ બોર્ડ, એલઇડી હોડીંગ બોર્ડ, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, પ્રીન્ટીંગ આઇટમ, પોસ્ટર, પ્રચાર સાહિત્ય, ટી.વી ચેનલમાં ટેલીકાસ્ટીંગ/બ્રોડકાસ્ટીંગ/જાહેરાત, રેડીયોમાં જાહેરાત, અખબારોમાં જાહેરાત, વાહનભાડા, હેલીકોપ્ટર / એરક્રાફ્ટના ભાડા વિગેરે બાબતે અલગ અલગ પ્રકારનાં કરવામાં આવતા ચૂંટણી ખર્ચ સંબંધે પ્રમાણિત ધોરણે ખર્ચ કરવા સંબંધે ભાવ/દરો નક્કી કરવા રાજકીય પક્ષો સાથે પરામર્શ કરી નક્કી કરવાનાં થાય છે.જે અન્વયે ભાવો/દરો નક્કી કરવા માટે તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજવામાં આવેલ. જેમાં વિવિધ ચીજવસ્તુઓનાં દરો અંગે વિવિધ વિભાગ/કચેરીઓમાંથી મેળવેલ ભાવો તથા વિગતો આધારે સુચિતદરોની વિગત દરેક રાજકીય પક્ષનાં પ્રતિનિધિઓને આપવામાં આવેલ હતી અને સદરહુ બેઠકમાં હાજર રહેલ રાજકીય પક્ષોનાં પ્રતિનિધિઓને તેઓ દવારા સુચવેલ ભાવની વિગતો દિન-૨ માં મોકલી આપવા જણાવવામાં આવેલ. જે અન્વયે રાજકીય પક્ષો તરફથી રજુ થયેલ રજુઆતો બાદ ચર્ચા વિચારણા તેમજ સુચીત ભાવો બાબતે સબંધીત વિભાગો સાથે પરામર્સ બાદ નક્કી કરવામાં આવ્યા છે. મંડપ-સ્ટેજ અને આનુસાંગિક આઇટમ, પ્રિન્ટીંગ, ઇલેકટ્રીક આઇટમ. વિડીયોગ્રાફી/ફોટોગ્રાફી, ફર્નિચર, જાહેરખબર, વાહન, હોડીંગ વિગેરેના દરો અમદાવાદ જિલ્લાના તમામ ૨૧- વિધાનસભા મતવિસ્તાર માટે નકિક કરવામાં આવ્યા છે.