Gj 18 ની સિવિલ હોસ્પિટલમાં યુવાનની સરાજાહેર હત્યા, ગુજરાત કે બિહાર? પોલીસ સિક્યુરિટીની જવાબદારી શું??

Spread the love

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં મધરાતે ખૂનની ઘટના બની હતી. GEB નજીક આવેલી ડમ્પીંગ સાઈટ પાસે રાત્રે ઝઘડો થયો હતો. ઝઘડામાં ઈજાગ્રસ્ત થયેલાને રાત્રે સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયો હતો. ઇજાગ્રસ્તને બીજા પક્ષના વ્યક્તિએ સિવિલમાં જઈને જાહેરમાં છરાનાં ઘા માર્યા હતા અને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સિવિલમાં જેની જાહેર હત્યા થઈ તે સાવન

મૃતકનું નામ સાવન કિશન માજીરણા હોવાનું સામે આવ્યું છે. રાકેશ ગોવિંદ સોલંકી નામના ઈસમે છરીના ઘા મારી હુમલો કર્યો હતો. રાકેશના પિતા ગોવિંદભાઈ પર સાવને તલવારથી હુમલો કર્યાનું સંભાળી પુત્રે સિવિલ પહોંચી ઇજાગ્રસ્ત પર હુમલો કર્યો હતો. સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ પાસે ખૂની ખેલ ખેલાયો હતો. પોલીસે આરોપી રાકેશ સોલંકીની ઘટના સ્થળેથી ધરપકડ કરી હતી. હાલ મૃતકનું પીએમ કરી આગળની કાર્યવાહી પોલીસે હાથધરી છે.

હત્યા કરનાર આરોપી રાકેશ

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com