નકશામાં દર્શાવ્યા મુજબ

આ કામગીરી ૪૫ દિવસ સુધી ચાલશે
અમદાવાદ
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ની યાદી અનુસાર જણાવવામાં આવ્યું છે કે ઔડા હસ્તકના સરદાર પટેલ રીંગ રોડના ઓગણજ જંકશન પર નવીન બ્રીજનું નિર્માણની કામગીરી ટુંક સમયમાં શરૂ થનાર છે. ઓગણજ પર બંને બાજુ પીએસી રોડ બનવાના હોવાથી અને વચ્ચે બોક્ષ બનાવવાનું હોવાથી જરૂરી ટ્રાફિક ડાઈવર્ઝન શરૂ થશે .આ કામગીરી ૪૫ દિવસ સુધી ચાલવાની હોઈ તેના વૈકલ્પીક ભાગરૂપે ટ્રાફિક મુવમેન્ટ કરી શકાશે.
ફેસ 1 માં જંકશન પર બોક્સનું બાંધકામ હાથ ધરવામાં આવશે. સર્વિસ રોડ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે.સર્વિસ રોડ પર ડાયવર્ઝન સાયન્સ સિટી તરફના રૅમ્પના અંતે અને વૈષ્ણોદેવી બાજુ તરફના અન્ડર પાસની શરૂઆત પહેલાં આપવામાં આવશે.આ વિકલ્પમાં ડાયવર્ઝન અને યુ-ટર્ન માટે વધુ જગ્યા ઉપલબ્ધ છે.
નોંધનીય છે કે સરદાર પટેલ રીંગ રોડ અથવા એસ.પી.આર.આર અથવા એસ.પી. રીંગ રોડને અમદાવાદ શહેર ફરતા અને શહેરના ૪૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારને સંપુર્ણપણે આવરી લેતા વર્તુળ તરીકે આયોજનબદ્ધ કરવામાં આવ્યો છે. આ રીંગ-રોડના વર્તુળના પરીધની પુરી લંબાઇ ૭૬.૩૧૩ કિલોમીટર અને શહેરની બહાર નીકળતા ૧૯ મુખ્ય રસ્તાઓ એ વર્તુળને આરાની જેમ મળે છે. આ સંપુર્ણ વર્તુળને ૪ વિભાગમાં વહેચી નાખવામાં આવ્યુ છે. આ માર્ગ અમદાવાદની આસપાસ આવેલા ૨૩ ગામોમાંથી પસાર થાય છે અને આ માર્ગ પર ૧૭ ફ્લાયઓવર પુલ, ૫ અંડરપાસ પુલ અને ૨ રેલ્વે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યુ છે.