અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક
મતદાન મથક થી ૨૦૦ મીટરની હદમાં મતદારોને મતદાર યાદીનો ક્રમ નંબર કાઢી આપવા કે કાપલી લખી આપવા માટે તેમના કેમ્પ ઉભા કરવા નહિ કે તેવી કોશિષ કરવી નહીં.
અમદાવાદ
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે આગામી લોકસભા સામાન્ય ચુંટણી- ૨૦૨૪ તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે. ઉમેદવારોના ચૂંટણી પ્રચાર મથકોને કારણે મતદારો માટે અવરોધો ઉભા થાય છે. વિવિધ પક્ષોના કાર્યકરો વચ્ચે અથડામણ થાય છે. જેને કારણે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉભા થાય છે અને એ રીતે ચૂંટણીના મુકત ન્યાયી અને સરળ સંચાલનમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે. જેથી ચૂંટણી પ્રચાર મથકો ઉભા કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવું જરૂરી જણાય છે.ફોજદારી કાર્યરીતી અધિનિયમ- ૧૯૭૩(૧૯૭૪ ના નં-૨) ની કલમ-૧૪૪ તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાનના દિવસે ચૂંટણી પ્રચાર માટેના મથકો ઉભા કરવા ઉપર પ્રતિબંધ રહેશે. જાહેરનામામાં જણાવ્યું હતું કે કોઈ પણ મતદાન મથક થી ૨૦૦ મીટરની હદમાં મતદારોને મતદાર યાદીનો ક્રમ નંબર કાઢી આપવા કે કાપલી લખી આપવા માટે તેમના કેમ્પ ઉભા કરવા નહિ કે તેવી કોશિષ કરવી નહીં. મતદાન મથકે એક થી વધુ મતદાન મથકો હોય તેમ છતા દરેક ઉમેદવાર દીઠ ૨૦૦ મીટરની હદ બહાર ફકત એક કેમ્પ જેમાં ટેબલ અને બે ખુરશી અને છાયડા માટે છત્રી કે તાડપત્રી કે કંતાનથી (ઢાંકેલું)બનાવવાનું રહેશે. બુથને ચારે બાજુ કંતાન વડે બંધ કરી શકાશે નહીં.આવા કેમ્પનો ઉપયોગ મતદારોને ઉમેદવારના નામ કે પ્રતિક કે પક્ષના નામ વગરની સફેદ કાગળ ઉપર ચુંટણી પંચે આપેલ સૂચનાં મુજબની કાપલી આપવા કરી શકાશે. ઉમેદવારોના કેમ્પ સાદા હોવા જોઈએ. તેની ઉપર કોઈ પોસ્ટર, વાવટા પ્રતીકો કે અન્ય પ્રચાર સામગ્રી પ્રદર્શીત કરી શકાશે નહિં.કેમ્પ ખાતે કોઈ ખાદ્ય સામગ્રી આપી શકાશે નહીં કે ટોળા ભેગાં કરી શકાશે નહિ. આવા કેમ્પ ઉપર મતદારોના ટોળા એકત્ર થવા દેશે નહિ કે મતદાન કરી આવેલ મતદારને ઉભા રહેવા દેશે નહિ. મતદારોને મતદાન મથકે પ્રવેશ કરવામાં અડચણ ઉભી થાય તેવું કોઈ કૃત્ય થવા દેશે નહિં. કોઇપણ વ્યક્તિ મતદાન મથક/કેંદ્નની અંદર સેલ્યુલર ફોન, કોડલેસ ફોન. વાયરલેસ સેટ અને અનઅધિકૃત વસ્તુ કે ગેરકાયદેસર વસ્તુ લઈ પ્રવેશ કરી શકશે નહિં.મતદાન મથક ઉપર ફરજ બજાવતા કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારી સીક્યુરીટીના માણસો, ચુંટણી પંચ દ્વારા નિયુકત ઓબ્જર્વશ્રીઓ તથા મતદાન કેન્દ્રના ઈન્ચાર્જ અધિકારીઓને માત્ર તેમની ફરજ પુરતી જ છુટ રહેશે.આ હુકમનો ભંગ/ઉલ્લંધન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. તા.૦૭/૦૫/૨૦૨૪ ના સવારના ૬ વાગે થી મતદાન પૂર્ણ ના થાય સુધી લાગું પડશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવશે. વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ નકલો ચોટાડી, લાઉડ સ્પીકર વાહન દ્વારા તેમજ અમદાવાદ શહેર પોલીસના તમામ Social Media એકાઉન્ટસ ઉપર તેમજ સ્થાનિક વર્તમાન પત્રો, આકાશવાણી અને દુરદર્શન કેન્દ્રો ઉપરથી બહોળી પ્રસિધ્ધિ કરાવવી.
મતદાન દિવસથી મતદાન પુરુ થવા માટે નિયત સમય સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળામાં ચુંટણી પ્રચાર બંધ કરવો વધુમાં ઉમેદવારો તેમના ચુંટણી મતવિસ્તાર બહારના સમર્થકોને ચુંટણી પ્રચાર માટે એકત્ર કરી કામે લગાડે છે. પરંતુ પ્રચારનો સમયગાળો પુરો થયા પછી મતદાર વિભાગમાં ચુંટણી પ્રચાર થઇ શકે નહિ એ હકિકતને ધ્યાનમાં લેતા રાજકીય પદાધિકારીઓ/પક્ષના કાર્યકરો/સરઘસ કાઢનારાઓ/ ચુંટણી પ્રચારકો વિગેરે કે જેઓને મતદાર વિભાગની બહારથી લાવવામાં આવ્યા હોય અને જેઓ મતદાર વિસ્તારના મતદારો ન હોય તેઓએ ચુંટણી પ્રચારના અંત પછી મતદાર વિભાગમાં હાજર રહે તો ચુંટણી ન્યાયી અને મુક્ત રીતે થવા ઉપર અસર પડે છે. જેથી કાયદો અને વ્યવસ્થા જોખમાય છે.તેથી કલમ-૧૪૪ મુજબ મતદાન પુર્ણ કરવા માટે નક્કી કરેલ સમય એટલે કે તા.૦૭/૦૫/૨૦૨૪ ના સાંજ કલાક ૬ થી અગાઉના ૪૮ કલાકની મુદત દરમ્યાન ચુંટણી પ્રચાર સંબધી કોઈ જાહેર સભા બોલાવી શકાશે નહી, ભરી શકાશે નહી અથવા તેમાં હાજર રહી શકશે નહી.આ હુકમ તા.૦૫/૦૫/૨૦૨૪ ના ૬ વાગ્યાથી તા.૦૭/૦૫/૨૦૨૪ ના કલાક ૬ સુધી મુદત માટે અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ સને- ૧૮૬૦ ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-૧૮૮ મુજબ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ અધિકૃત કરવામાં આવે છે.
ગુજરાત નશાબંધી અધિનિયમ-૧૯૪૯ ની કલમ-૧૪૨ તથા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ- ૧૪૪ હેઠળ કાઢેલ હુકમ આગામી લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૪ દરમ્યાન દારૂ અને નશાયુકત પદાર્થોનું વેચાણ કે, પિરસવાનું અટકાવવું જરૂરી છે.અમદાવાદ હદ વિસ્તારમાં આવેલ દારૂ અને નશાયુકત પદાર્થોના વેચાણ માટેના પરવાના ધરાવનારાઓએ તા.૦૫/૦૫/૨૦૨૪ ના કલાક ૬ થી તા.૦૭/૦૫/૨૦૨૪ ના કલાક ૨૪.૦૦ સુધી તેમજ તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ એટલે કે મતગણતરીના દિવસે સવારના કલાક ૬ થી રાત કલાક ૨૪ સુધી દારૂ અને નશાયુકત પદાર્થોનું વેચાણ થતું હોય તેવા દુકાન/રેસ્ટોરન્ટ/કલબ કે અન્ય કોઈપણ સ્થળ બંધ રાખવા. કલમ 68 તથા 90 ની જોગવાઈ મુજબ અને કલમ 188 મુજબ, કલમ-૧૩૫ મુજબ કેદ અથવા દંડ અથવા બંન્ને શિક્ષાને પાત્ર થશે.આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.