વધુ બાળકોને જન્મ આપો, ઓછામાં ઓછા 6 બાળકનો પેદા કરો : હરનામ સિંહ ખાલસા

Spread the love

સિખ સંસ્થા દમદમી ટકસાલના પ્રમુખ જ્ઞાની હરનામ સિંહ ખાલસાએ સિખોને અપીલ કરી છે કે તેઓ વધુ બાળકોને જન્મ આપે. તેમણે એક સાર્વજનિક સભામાં પંજાબીઓ અને ખાસ કરીને સિખોને વધુ બાળકોને જન્મ આપવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, ઓછામાં ઓછા 6 બાળકનો પેદા કરવા જોઇએ. બાળકોની સંખ્યા વધુ થવાથી પારિવારિક મૂલ્યોને બચાવી રાખવામાં મદદ મળશે. એ સિવાય સમાજ પણ મજબૂત થશે.

દમદમી ટકસાલનું નેતૃત્વ ખાલિસ્તાની જરનેલ સિંહ ભિંડેરવાલાએ પણ કર્યું હતું. તારીખ 6 જૂન 1984ના રોજ સુવર્ણ મંદિરમાં ઓપરેશન બ્લૂ સ્ટાર દરમિયાન ભિંડેરવાલા માર્યો ગયો હતો. આ અભિયાનમાં સવર્ણ મંદિરને પણ ભારે નુકસાન થુ હતું આ જ કારણ હતું કે, પછી તાત્કાલિન વડાપ્રધાન ઇંદિરા ગાંધીની તેમના જ અંગરક્ષકોએ હત્યા કરી દીધી હતી.

હરનામ સિંહ ખાલસાએ કહ્યું કે, જો કોઈને પોતાના બાળકો પાળવમાં સમસ્યા આવે છે અને આર્થિક સંકટ છે તો તેના માટે પણ સંસ્થા મદદ કરશે. દમદમી ટકસાલના 16માં પ્રમુખે કહ્યું કે, સિખ પરિવારોએ ઓછામાં ઓછા 5 બાળકોને જન્મ આપવાનું લક્ષ્‍ય રાખવું જોઈએ. તેનાથી પંજાબને ધાર્મિક, સામાજિક, રાજનીતિક અને સાંસ્કૃતિક રૂપે મજબૂત બનાવવામાં મદદ મળશે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, સિખો જ નહીં, પરંતુ પંજાબમાં રહેતા અન્ય સમુદાયના લોકોએ પણ ઓછામાં ઓછા 5 બાળકોને જન્મ આપવો જોઈએ. હરનામ સિંહ ખાલસાએ કહ્યું તમારા બધાના 5-5 બાળકો હોવા જોઈએ. અત્યારે પણ સમય છે અને જો એ નીકળી ગયું તો પછી તમે લોકો પછતાશો.

ખાલસાએ કહ્યું કે, જો તમે તેમને પાળી નહીં શકો તો એકને પોતાની પાસે રાખી લો અને 4 મને આપી દો. આ બાળકોને અમે ભણાવીશું પણ અને તેમને ગુરુની સેવાનું પણ જ્ઞાન આપો. તેમણે કહ્યું કે, જો 5 બાળકો હશે તો તેમાંથી જ કોઈ સંત બનશે, કોઈ જથ્થેદાર બનશે અને કોઈ પરિવારને સંભાળશે. પોતાના પરિવાર વધારો અને સમુદાય બચાવો. જ્ઞાની હરનામ સિંહ ખાલાસાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે તેના પર પંજાબના મહિલા આયોગે ધ્યાન આપ્યું છે. આયોગનું કહેવું છે કે એવું નિવેદન યોગ્ય નથી. મહિલાઓ બાળકો પેદા કરવા માટેનું કોઈ મશીન નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com