દાહોદનાં સંતરામપુરાનાં પરથમપુર અને ગોધરામાં મતદાન મથકે બુથ કેપ્ચરીંગનો મામલેો મતદાન થયું હતું. જેમાં બુથ કેપ્ચરીંગ બાદ રીપોલ કરવા નિર્દેશ કર્યો હતો. ચૂંટણી પંચે 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો હતો. પોલીગ સ્ટેશન નંબર 220 પર ફરી મતદાન યોજાશે. પરથમપુરા ગામનાં પોલીંગ સ્ટેશન 220 નંબર પર ફરી મતદાન યોજાશે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.
દાહોદ લોકસભા બેઠક પર સંતરામપુરમાં અને ગોધરામાં મતદાન મથક પર બુથ કેપ્ચરીંગનો મામલો સામે આવ્યો હતો. જે મુદ્દે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સંતરામપુરમાં બૂથ પર ફરજ બજાવતા અમદાવાદના પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે. ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલ રાહુલ જીલુને ટ્રાફિક પૂર્વના DCP સફીન હસને સસ્પેન્ડ કર્યા છે.
વિગતે જણાવીએ તો સંતરામપુરમાં પરથમપુર ગામે શાળાના 220 નંબરના બૂથ પર પોલીસકર્મી રાહુલ જીલુ બંદોબસ્તમાં હતા. જે પોલીસ કર્મી આઇ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. જેમને ચૂંટણી અર્થે બંદોબસ્તમાં દાહોદ મોકલવામાં આવ્યા હતા. જ્યાં બુથ કેપ્ચરીંગની ઘટના બની છે.
તો બીજી તરફ દાહોદ બાદ ગોધરામાં બૂથ કેપ્ચરિંગ કરવા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મતદાન મથકના સ્ટાફને સસ્પેન્ડ કરાયા છે. મતદાન મથકના 4 અને 2 પોલીસકર્મી સહિત 6 કર્મચારી સસ્પેન્ડ કરાયા છે. મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીએ કાર્યવાહીનો ધમધમાટ ચલાવ્યો છે. આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર તેમજ પોલિંગ ઓફિસર યોગેશ સોલ્યા અને પોલિંગ ઓફિસર મયુરિકા પટેલને સસ્પેન્ડ કરાયા છે, તો સાથો સાથ પોલીસ કર્મચારી રાહુલ, રમણભાઈ માલીવાડને પણ સસ્પેન્ડ કરાયા છે.
દાહોદમાં બૂથ કેપ્ચરિંગને લઇ સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 11મી મે ના રોજ શનિવારે મતદાન ફરી કરવાનો નિર્ણય લેવાયો છે. રિપોર્ટને ધ્યાને લઇને કેન્દ્રીય ચૂંટણીપંચે 7મી મેના મતદાનને રદ જાહેર કર્યુ છે. સંતરામપુરના બૂથ પરથમપુરમાં અનિમિયતતાની બાબત ધ્યાને આવી છે. રિપોર્ટ મંગાવ્યો હતો તે ચૂંટણીપંચને આપ્યો હતો અને 5 કર્મચારી અને 1 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે. અનિમિયતતા થઇ છે તે રિપોર્ટમાં સામે આવ્યું છે. રિપોલિંગની વીડિયોગ્રાફી થશે અને સસ્પેન્ડેડ કર્મચારી સામે ખાતાકીય તપાસ થશે.