કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હૈદરાબાદ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે ત્રણ તબક્કામાં ભાજપના નેતૃત્વમાં NDAના તમામ સાથી પક્ષો 200 બેઠકના આંકડાની નજીક પહોંચી ગયા છે.
ચોથા તબક્કામાં NDAને સૌથી વધારે સફળતા મળશે. શાહે કહ્યું કે NDAને સૌથી વધારે સફળ રહેશે. આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં NDA ક્લિન સ્વીપ કરશે. જ્યારે 4 જૂનના રોજ પરિણામો આવશે ત્યારે દક્ષિણ ભારતમાં કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ તથા કેરળમાં સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ ઉભરશે.
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને જવાબ આપતા અમિત શાહે કહ્યું કે PM મોદી જ દેશનું નેતૃત્વ કરશે. ગૃહ પ્રધાને કહ્યં કે 75 વર્ષનું રિટાયરમેન્ટ PM મોદી માટે નથી. કેજરીવાલ ફક્ત એક જૂન સુધી પ્રચાર કરવા જેલ બહાર છે.
હું અરવિંદ એન્ડ કંપની તથા સમગ્ર ઈંડી અલાયન્સને કહેવા માગુ છું કે PM મોદી 75 વર્ષના થઈ જાય એટલા માટે આનંદ થવાની જરૂર નથી. ભાજપના બંધારણમાં ક્યાંય લખ્યું નથી 75 વર્ષ બાદ PM નહીં બની શકે. દેશ PM મોદીના નેતૃત્વમાં આગળ વધશે.
ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે એક બાજુ UPA ગઠબંધન છે તો બીજી બાજુ NDA છે. એક બાજુ 12 લાખ કરોડના ગોટાળા કરનારી કોંગ્રેસ અને સહયોગી પક્ષો છે તો બીજી બાજુ PM મોદી 23 વર્ષથી દિવાળીની પણ રજા લીધા વગર સૈનિકો સાથે દેશની સરહદ પર તહેવાર ઉજવે છે. જ્યારે અન્ય નેતા ગરમી વધતા જ રજા માણવા વિદેશ જતા રહે છે. 20 વખત લોંચ કરવામાં આવ્યા બાદ પણ લોંચ થઈ શક્યા નથી. હવે 21મી વખત નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા છે.