ઈઝરાયેલે રફાહ શહેર પર મોટાપાયે મિસાઈલ હુમલા શરૂ કર્યાં, અમેરિકાએ કહ્યું, સૈન્ય મદદ અને શસ્ત્રો પૂરા પાડશુ નહીં..

Spread the love

ગાઝાના દક્ષિણી શહેર રફાહ પર થયેલા હુમલાને લઈને અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેની કડવાશ દિવસેને દિવસે વધી રહી છે. અમેરિકા ઈચ્છે છે કે ઈઝરાયેલ રફાહ પર મોટા અને નિર્ણાયક હુમલાથી બચે, પરંતુ તેના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર તેના દબાણ અને ચેતવણીની કોઈ અસર થઈ રહી નથી.અમેરિકાએ ઈઝરાયલના હુમલાને લઈને મોટું નિવેદન આપ્યું નેતન્યાહુ રફાહ પર જોરદાર હુમલો કરવાની વાત કરી રહ્યા છે.

હવે અમેરિકાએ ઈઝરાયલના હુમલાને લઈને મોટું નિવેદન આપતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું હતું કે તેઓ રફાહ માટે ઈઝરાયલને આક્રમક હથિયારો નહીં આપે. ગાઝામાં હમાસ વિરુદ્ધ ઇઝરાયલી સેના દ્વારા ઉપયોગમાં લેવાતા અમેરિકન શસ્ત્રો આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન કરી શકે છે.

એવામાં ઈઝરાયલે અમેરિકા અને અન્ય દેશોના વધતા દબાણને અવગણીને પોતાનું સૈન્ય અભિયાન વધારવા ગાઝાના દક્ષિણી શહેર રફાહને ખાલી કરવાનો નવો આદેશ જારી કર્યો છે. હજારો વધુ લોકોને અન્ય સ્થળોએ જવાની ફરજ પડી છે. ઇઝરાયલી સૈન્યએ એમ પણ કહ્યું હતું કે તે વિનાશ પામેલા ઉત્તરી ગાઝામાં પ્રવેશી રહી છે, જ્યાં તેણે દાવો કર્યો હતો કે આતંકવાદી જૂથ હમાસ ફરીથી સંગઠિત થઈ ગયું છે.

રિપોર્ટ અનુસાર ઇઝરાયલે હવે રફાહના પૂર્વ ત્રીજા ભાગને ખાલી કરી દીધો છે, જે ગાઝામાં છેલ્લું આશ્રય માનવામાં આવે છે. આશરે 14 મિલિયનથી વધુ પેલેસ્ટિનિયનો એટલે કે ગાઝાની અડધી વસ્તીએ રફાહમાં આશ્રય લીધો છે, જેમાંથી મોટાભાગના ઇઝરાયલના હુમલાઓથી ભાગીને ત્યાં ગયા છે. અંદાજ છે કે શનિવારે આદેશ જારી કરવામાં આવ્યો તે પહેલા જ 110,000 લોકો ત્યાંથી નીકળી ગયા છે.

જણાવી દઈએ કે હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર જોરદાર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ અમેરિકા હમાસ સામેની લડાઈમાં ઈઝરાયલને કૂટનીતિથી લઈને હથિયારો સુધી મદદ કરી રહ્યું છે. પરંતુ હવે તે ધીમે ધીમે તે પીછેહટ કરી રહ્યું છે. નેતન્યાહુ ગાઝાના દક્ષિણી શહેર રફાહ પર સૈન્ય કાર્યવાહી કરવા મક્કમ છે ત્યારે અમેરિકા વારંવાર ચેતવણી આપી રહ્યું છે કે જો ઈઝરાયેલ આ શહેર પર મોટા પાયે હુમલો કરશે તો તે તેને સૈન્ય મદદ અને શસ્ત્રો પૂરા પાડશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com