લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કાના મતદાન બાદ ફલોદી સટ્ટા બજાર થી નવી અપડેટ સામે આવી છે. બજારમાં સતત ભાવોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. જેમ જેમ વોટિંગની પ્રક્રિયા આગળ વધી રહી છે. તેમ તેમ દેશના મુખ્ય સટ્ટા બજાર ફલોદીમાં લોકસભા ચૂંટણી ને લઇને ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
સટ્ટા બજારના અનુસાર ભાજપને 296 થી 298 સીટો મળવાની સંભાવના છે. જ્યારે કોંગ્રેસને કેન્દ્રમાં 60 થી 63 સીટો મળવાની સંભાવના છે.
રાજસ્થાનની કુલ 25 સીટોમાંથી ભાજપને 18 થી 20 સીટોની સંભાવના છે. તો બીજી તરફ યૂપીમાં પણ ઓછા મતદાનના લીધે ભાજપને નુકસાન બતાવવામાં આવી રહ્યું છે. જોકે તેમછતાં સત્તાધારી પક્ષને 80માંથી લગભગ 70 થી 72 સીટો મળવાની સંભાવના છે. જ્યારે ગુજરાતમાં 24 થી 25, મધ્ય પ્રદેશમાં 28 થી 29, દિલ્હીમાં 5-6 બેઠકો અને પંજાબમાં 2-3 બેઠકો ભાજપ માટે સંભવિત હોવાનું કહેવાય છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 22થી 24, હિમાચલ પ્રદેશમાં 4 અને છત્તીસગઢમાં 10થી 11 બેઠકો પાર્ટીના ખાતામાં જઈ શકે છે.
હવે ફલોદી સટ્ટા બજારના તાજા અનુમાન શેર કર્યું છે, તેમાં ઘણી ચોંકાવનારી વાતો છે. ગુજરાતમાં રાજપૂતોનો વિરોધ છતાં ભાજપને ક્લીન સ્વીપની હેટ્રિક લગાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે રાજસ્થાનમાં દસ વર્ષ બાદ અડધો ડઝન સીટો પર કોંગ્રેસ ખાતુ ખોલાવતી જોવા મળી રહી છે.
સટ્ટા બજારના અનુસાર ભાજપ (BJP) ની 330 થી 335 સીટોનો ભાવ 1 રૂપિયો, જ્યારે 350 સીટોનો ભાવ 3 રૂપિયા અને 400 સીટોનો ભાવ 12 થી 15 રૂપિયા ચાલી રહ્યો છે. જ્યારે NDA ની 400 સીટોનો ભાવ 4 થી 5 રૂપિયા ચાલી રહ્યો છે. સટ્ટા બજારના અનુમાન અનુસાર ભાજપ 400 પાર જઇ શકશે નહી. ફલોદી સટ્ટા માર્કેટમાં પોતાના અનુમાનમાં કોંગ્રેસને 40-42 સીટો આપી રહ્યું છે. સટ્ટા માર્કેટના અનુસાર કોંગ્રેસ ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવી શકશે નહી.
ગત વર્ષે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સટ્ટા માર્કેટનું અનુમાન વાસ્તવિક પરીણામોની નજીક હતું, જેમાં કોંગ્રેસ અને ભાજપને ક્રમશ: 137 અને 55 બેઠકો આપવામાં આવી હતી જ્યારે પરિણામોમાં કોંગ્રેસને 135 અને ભાજપને 66 બેઠકો મળી હતી. તેવી જ રીતે ફલોદી સટ્ટા બજારે પણ 2022માં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીતની સચોટ આગાહી કરી હતી.