ફિલ્મોનું આપણા સમાજમાં વિશેષ મહત્વ છે. તેથી જ દર વર્ષે દુનિયાભરમાં અલગ અલગ ભાષામાં હજારો ફિલ્મોનું નિર્માણ થયું છે. આ ફિલ્મમાંથી કેટલી ખૂબ જ ખાસ હોય છે. કેટલીક ફિલ્મોનું મ્યુઝિક લોકોને પસંદ પડે છે તો કેટલીક ફિલ્મની સ્ટોરી અને કેટલીક ફિલ્મમાં કલાકારોની એક્ટિંગ લોકોના દિલમાં ઉતરી જાય છે. આવી અનેક ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મો એવી પણ હોય જેની સાથે રહસ્ય જોડાયેલા હોય.આજે તમને એક આવી જ વિચિત્ર અને રહસ્યમયી ફિલ્મ વિશે જણાવીએ.
આ ફિલ્મને હોલીવુડની શાપિત ફિલ્મ કહેવામાં આવે છે. આ ફિલ્મ એટલી ખતરનાક છે કે તેને જોનાર વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. આવું એટલા માટે કહેવાય છે કે જેટલા પણ લોકોએ આ જોઈ છે તેમનું રહસ્યમય રીતે મોત થયું છે. તો ચાલો તમને જણાવીએ કઈ છે આ ફિલ્મ અને તેની પાછળનું રહસ્ય શું છે ?
આ ફિલ્મનું નામ એન્ટ્રમ છે. આ એક કેનેડાઈ હોરર ફિલ્મ છે. આ ફિલ્મને અત્યાર સુધીની સૌથી ઘાતક ફિલ્મ માનવામાં આવે છે. ફિલ્મમાં પણ સ્ટોરીને ખૂબ જ ભયંકર રીતે દેખાડવામાં આવી છે. એન્ટ્રમ ફિલ્મની શરૂઆત મીની મોક્યુમેન્ટરી સાથે થાય છે. જે ફિલ્મમાં એન્ટ્રમ વિશે વાત કરે છે. એન્ટ્રમ ફિલ્મ 1979 માં એક ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી હતી. પરંતુ આ સમયે જે પણ લોકોએ આ ફિલ્મ જોઈ તેમનું મોત રહસ્યમય રીતે થઈ ગયું. ત્યારથી આ ફિલ્મને શાપિત કહેવામાં આવે છે.
એન્ટ્રમ ફિલ્મનો ઇતિહાસ જોતા તેને લોકો શાપિત ફિલ્મ માનવા લાગ્યા. પહેલી વખત જોયા પછી ઘણા બધા લોકોનું મોત થઈ જતા લોકો માનવા લાગ્યા કે આ ફિલ્મ જોયા પછી લોકોનું મોત થઈ જાય છે. પહેલી વખત 1979 માં જ્યારે એન્ટ્રમ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી તો જે ઘટનાઓ બની ત્યારપછી આ ફિલ્મને માત્ર અમેરિકામાં વિડીયો ઓન ડિમાન્ડ તરીકે દેખાડવામાં આવી હતી.
જ્યારે એન્ટ્રમનું સ્ક્રિનિંગ થયું તો ફરી એક વખત એક દુર્ઘટના બની હતી. હંગરીના બુડાપેસ્ટમાં એક થિયેટરમાં એન્ટ્રમનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. 1979 પછી એન્ટ્રમને પહેલી વખત 1988 માં જોવામાં આવી હતી. આ પહેલી અને છેલ્લી વખત હતું જ્યારે એન્ટ્રમ ફિલ્મ મોટા પડદા સુધી પહોંચી. પરંતુ તે સમયે પણ બિલ્ડીંગમાં આગ લાગી ગઈ. સામાન્ય રીતે મુવી થિયેટરમાં પ્રોજેક્ટર રૂમમાં જ આગ લાગે છે પરંતુ આ ફિલ્મમાં એવું થયું નહીં. બિલ્ડિંગમાં આગ લાગવાથી ભગદડ મચી ગઈ અને અનેક લોકોએ જીવ ગુમાવ્યો પરંતુ આ ફિલ્મની રીલ બચી ગઈ. ત્યાર પછીથી આ ફિલ્મને શ્રાપિત માની લેવામાં આવી અને આજ સુધી કોઈએ તેને જોવાની હિંમત કરી નથી.