રવિવારની સવાર અમદાવાદના પરિવાર માટે ગોઝારી રહી છે. માતાના અંતિમ સંસ્કાર કરવા જઈ રહેલા પરિવારને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભયંકર અકસ્માત નડ્યો છે. એક્સપ્રેસ-વે પર અચાનક એક આખલો આવવાને કારણે ગાડી બેકાબૂ થઈ ગઈ હતી અને ડિવાઈડર સાથે જઈને અથડાઈ હતી. કારમાંથી બહાર નીકળતાની સાથે જ પાછળથી આવતી ટ્રકે પતિ-પત્ની સહિત ત્રણ લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ત્રણેયનાં મોત થયાં હતાં, જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા.
બાંદીકુઇ (દૌસા) પોલીસ સ્ટેશન વિસ્તારના ઉન્નબાડા ગામ પાસે રવિવારે સવારે લગભગ 5 વાગ્યે આ અકસ્માત થયો હતો, મળતી માહિતી મુજબ, અમદાવાદના રહેવાસી હસમુખ (32) પુત્ર કાંતિલાલની માતાનું હરિદ્વારમાં મૃત્યુ થયું હતું. તેથી, તે તેમની પત્ની, પુત્રી અને અન્ય સંબંધીઓ સાથે અંતિમ સંસ્કાર કરવા જઈ રહ્યા હતા.
બાંદીકુઈ એસએચઓએ જણાવ્યું કે હસમુખ સિવાય તેની
પત્ની સીમા (30) અને કાકા મોહનલાલ (55)ને ટ્રકે કચડી
નાખ્યા. ત્રણેયના મૃતદેહો હાઈવે પર વેરવિખેર પડ્યા હતા.
તે જ સમયે, એકનું માથું કપાઈને ધડથી અલગ થઈ ગયું
હતું. કારમાં મુસાફરી કરી રહેલા હસમુખની બહેન નીતા
(32), નીલમ (26), ડ્રાઈવર દિનેશ (30) ગંભીર રીતે
ઘાયલ થયાં હતાં. દરમિયાન મામા કિરીટ, નીતાની પુત્રી
સાદિયા (3) અને હસમુખના પુત્ર નિવલ (2)ને સામાન્ય
ઈજાઓ થઈ છે. તમામ ઘાયલોને દૌસા જિલ્લા હોસ્પિટલમાં
દાખલ કરવામાં આવ્યા છે.
હસમુખના મામા કિરીટભાઈએ જણાવ્યું કે બહેન સવિતા 6 મેના રોજ હરિદ્વાર ગઈ હતી. સવિતાનું શનિવારે સવારે હરિદ્વારમાં અવસાન થયું હતું. આ પછી આખો પરિવાર તેમના અંતિમ સંસ્કાર માટે હરિદ્વાર જઈ રહ્યો હતો અને આ અકસ્માત થયો.