કમલા બેનીવાલજીનો સ્નેહ અને આશીર્વાદ મારી સાથે રહ્યા : શક્તિસિંહ
કૉંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ શ્રીમતી ડૉ. કમલા બેનીવાલના દુ:ખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી
અમદાવાદ
મુખ્યમંત્રીશ્રીએ સદગતના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરી છે અને ડૉ. કમલા બેનીવાલના શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી છે.ડૉ. કમલા બેનીવાલે તા. ૨૭ નવેમ્બર ૨૦૦૯ થી ૬ જુલાઈ ૨૦૧૪ સુધી ગુજરાત રાજ્યના ૧૮મા રાજ્યપાલ તરીકે સેવાઓ આપી હતી.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલજીના દુઃખદ નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.ડૉ. કમલા બેનીવાલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શોકાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે મને દુઃખ થાય છે કે આજે ગુજરાત રાજ્ય અને રાજસ્થાનના ભૂતપૂર્વ રાજ્યપાલ કોંગ્રેસના વરિષ્ઠ પૂર્વ ડેપ્યુટી સીએમ નેતા ડો. કમલા બેનીવાલ (97)ગુજરી ગયા. તેમનો સ્નેહ અને આશીર્વાદ મારી સાથે રહ્યા,11 વર્ષની ઉંમરે તેમણે ભારત છોડો ચળવળમાં ભાગ લીધો.અભ્યાસ પૂરો કર્યા પછી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. તે સમયે રાજકારણમાં મહિલાઓની સંખ્યા ન બરાબર હતી.. 1954માં રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી બની હતી. આઝાદીથી લઈને 2014 સુધી રાજકારણમાં સક્રિય રહ્યા. તે રાજસ્થાન સરકારમાં મંત્રી, ડેપ્યુટી સીએમ અને ગુજરાત, ત્રિપુરા અને મિઝોરમના ગવર્નર હતા. તેમણે કોંગ્રેસ પાર્ટીમાં પણ ઘણા હોદ્દા સંભાળ્યા હતા. ડૉ.કમલાજીએ ગુજરાત રાજ્યના રાજ્યપાલ બનીને સાદગી અને સિદ્ધાંતો સાથે જે કાર્ય કર્યું તે હંમેશા યાદ રહેશે. હું શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને દિવંગત આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ શ્રીમતી ડૉ. કમલા બેનીવાલના દુ:ખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સદગતના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરી છે ડૉ. કમલા બેનીવાલે ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે સેવાઓ આપી હતી.