સીઆઇડી ક્રાઇમ દ્વારા થોડા દિવસ પહેલાં ૨૫થી આંગડિયા પેઢીઓ પર દરોડાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં પોલીસ ૧૮ કરોડની રોકડ અને એક કિલો સોનું જપ્ત કર્યું હતું. સાથેસાથે પોલીસને ૫૨ જેટલા ડમી બેક એકાઉન્ટ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે તપાસ કરતા અન્ય ૩૩ બેંક એકાઉન્ટની વિગતો મળી હતી.જે બેંક એકાઉન્ટમાં કુલ ૧૪ કરોડની રકમ મળી આવી હતી.
જ્યારે અન્ય ૫૨ બેંક એકાઉન્ટમાંથી કુલ ચાર કરોડની જમા રકમ મળી આવતા વધુ ૧૮ કરોડ મળી આવ્યા છે. સીઆઇડી ક્રાઇમની વિશેષ ટીમને તમામ બેંક એકાઉન્ટમાં થયેલા કુલ આર્થિક વ્યવહારો અંગે તપાસમાં સક્રિય કરવામાં આવી છે.
ક્રિકેટ સટ્ટા અને ગેંમિગના નાણાંને હવાલાથી દુબઇ મોકલવાના કૌભાંડને પગલે સીઆઇડી ક્રાઇમ દ્વારા અમદાવાદ,સુરત સહિત અન્ય શહેરોમાં ૨૫થી વધુ શહેરોમાં આંગડિયા પેઢીઓ પર દરોડાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૧૮ કરોડની રોકડ અને દોઢ કિલો જેટલું સોનું મળી આવ્યું હતું. સાથેસાથે પોલીસને ૫૨ જેટલા બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ કરતા અન્ય ૩૩ બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. જે ૩૩ બેંક એકાઉન્ટમાં તપાસ કરતા ૧૪ કરોડ જેટલી રકમ મળી આવી હતી. તે ઉપરાંત, ૫૨ પૈકી ૨૨ બેંક એકાઉન્ટમાંથી ચાર કરોડ રૂપિયા જમા હોવાનું ખુલ્યું હતું. આમ, કુલ ૧૮ કરોડની રકમ મળી આવતા કુલ રકમનો આંક ૩૬ કરોડ પર પહોંચ્યો છે. આ તમામ બેંક એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો થયા હતા. જે અગે તપાસ કરવા માટે સીઆઇડી ક્રાઇમ દ્વારા એક વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી છે. આમ, આગામી સમયમાં તપાસ દરમિયાન વધુ મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.