લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કામ કરીને ઉંધા વળી ગયા હોય તેમ ડોળ લોકો કરી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા કરોડો નહીં અબજોની ગ્રાન્ટો ફાળવી છે, ત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકામાં ૪૪ માંથી ૪૧ અને ૨ નવા મુરતિયાઓ આવ્યા એટલે ૪૩ તો પછી મતદાન ઓછું કેમ થયું? ૫ લાખની ગ્રાન્ટ નગરસેવકોની હતી તે ૨૫ લાખની થઈ તો કામ શું કર્યા? ત્યારે લોકસભાની ચૂંટણીમાં જેણે મહેનત અને પ્રચાર કર્યા છે, તેને કશું જ મળવાનું નથી, બાકી મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન પદ સેટિંગ ડોટ કોમમાં પોતપોતાની ભલામણથી સેટિંગ થઇ જશે, ત્યારે ભાજપ પ્રદેશ દ્વારા અહીંયા બાજ નજર રાખવાની છે, ભાજપમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરતા કોન્ટ્રાક્ટરોની સંખ્યા વધી છે, ચૂંટણી પ્રચારમાં સસ્તી અને સારી સિદ્ધપુરી જાત્રા કરીને પ્રચારના ફોટાઓ સોશિયલ મીડિયામાં મોકલીને પોતાનું લેવલ ઊંચું અને જોર ચૂંટણીમાં કામ કરી રહ્યા છે, તે બતાવી રહ્યા છે, ભાજપમાં અત્યારે મેયરપદ, ડેપ્યુટી મેયર, ચેરમેન માટે હોડ લાગી છે, ત્યારે SC, ST, OBC એ તો નાહી લેવાનું છે, તેમાં તો તમારું આવે તો આવજો, બાકી કમિટીમાં ક્યાંય મૂકી દઈશું, ત્યારે બ્રહ્મ સમાજને ૩ ટર્મથી મેયર બનાવવાના સપના બતાવવામાં આવે છે, પણ મેળ પડતો નથી, ત્યારે દરેક વોર્ડ જોવા જઈએ તો એક હોદ્દેદાર વોર્ડમાંથી નામ આવે તો ત્રણ કપાઈ જાય, મહિલા મેયર બનવા પાંચ મહિલાઓ મેદાને છે, ત્યારે બે થી ત્રણ મહિલા તો કરોડપતિ છે, બાકી ટિકિટ માંગી હતી પતિદેવ માટે પણ મજબૂરી કા નામ હોય તેમ પછી પત્નીને મેદાને ઉતરી, ત્યારે મેયર બનવા ઘણી મહિલાઓના પતિદેવો સંગઠન સાથે વર્ષોથી જોડાયેલા છે, બાકી બધાને મેયર પદ, ડેપ્યુટી મેયર, ચેરમેનનું ગાજર ત્રણ જેટલા નેતાઓએ લટકાવી દીધું છે, મેયરના રૂમ નંબરની ચાવી ૫ જેટલી મહિલાઓ પાસે છે, પણ બધાને કમીટમેન્ટ કર્યું છે, કે તમારે કોઈ સાથે વાત કરવી નહીં, તમારું નક્કી જ છે, ફાઇનલ છે, ત્યારે હાલ મોટાભાગના શહેર સંગઠનથી લઈને ધારાસભ્યની વાહવાહી અને ખુશામતીમાં પડ્યા છે, ત્યારે ભાજપમાં પણ બે ધારાસભ્ય નો મતવિસ્તાર આવે છે, ત્યારે ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, તથા દક્ષિણના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર તેમાંથી કોનું કેવું ચાલે છે, તેના ઉપર મદાર કહી શકાય, કોની ભલામણ કરે છે, તે હાલ ચર્ચાનો વિષય છે,
જોવા જઈએ તો ધારાસભ્યના પદ કરતા મેયર અને ચેરમેનનું પદ લગડી કહી શકાય, હાલ મોટાભાગના પદ મેળવવા નાણાંના જોરે અને ઉંચી કક્ષાએ છેડા અડાડીને કરંટ લાવી દઈશું તેમ નક્કી કરીને દોડી રહ્યા છે, ત્યારે બીજી બાજુ અનેક નેતાઓની પગચંપી કરવા નીકળી પડ્યા છે, ધારાસભ્ય રીટાબેન પટેલની શેન્સ લેવામાં આવે તો કોનું નામ આવે છે, અને અલ્પેશ ઠાકોરની પણ સેન્સ લેવામાં આવે છે કે કેમ? તે યથાર્થ પ્રશ્ન છે. બ્રહ્મ સમાજને મેયર પદ મળે તે માટે મથી રહ્યો છે, ત્યારે મહાનગર પાલિકા એટલે દૂઝણી ગાય કહેવાય, અહીંયા જ ત્રણ પદો માટેની રેસ જોવા જઈએ તો મંત્રીશ્રીથી લઈને મુખ્યમંત્રીની આવી ચેમ્બરો અને સગવડો નહીં હોય તેવી બનાવી છે, અગાઉની ટર્મમાં મેયર પદ થી લઈને અનેક હોદ્દાઓમાં ય્ત્ન-૧૮ ન્યુ ને ચાન્સ આપવામાં આવ્યો હતો, ત્યારે હવે ર્ંન્ડ્ઢ ય્ત્ન-૧૮ ને કેમ નહીં, ત્યારે હવે બીજીબાજુ ૪૧ અને બીજા ૨ કોંગ્રેસમાંથી ભજીયા આવ્યા, પણ ભજીયાને પદ જોઈએ, ત્યારે કજીયા માનતા નથી, ભજીયાને પદ મળી જાય અને ભડકો થાય તો? હવે જે પદ આપવાનું છે, તેમાં બ્રાહ્મણ, રાજપુત અને પટેલ ત્યારે જીઝ્ર, જી્, ર્ંમ્ઝ્ર માટે તો જ્યારે રિઝર્વેશન આવે ત્યારે આવજો, બાકી કામ કરનારા જીઝ્ર, જી્, ર્ંમ્ઝ્ર ને કશું મળવાનું નથી એ પણ સ્પષ્ટ છે, બાકી જ્ઞાતિવાદનો ચરખો હજુ ચાલવાનો જ છે, બાકી મેયર પદ, ડેપ્યુટી મેયર, ચેરમેનનું પદ કોઈને હવે મફતિયા મળી જશે? કેટલા તેલમાં, ઘીમાં ડબોડીને લાડવો બહાર કાઢીને ખવડાવો ત્યારે ભલામણ થાય, ત્યારે કેન્દ્રથી લઈને વિશેષ કોબા કમલમ દ્વારા બાદ નજર રાખવાની જરૂર છે, બાકી આ ત્રણે પદ માટે ભલામણ કરનારા ડ્રાઇવર બનીને તમામ ડ્રાઇવિંગ ના કરે તો સારું, જોવા જઈએ તો ગ્રુપ તો ૩ થી ૪ ચલાવે છે, એકાદ ગ્રુપ તો લોકોને મજૂરી કરાવે પણ મોટા નેતાઓ સુધી તમને પહોંચવા ન દે, પ્રોટોકોલ કહીને નેતાની નજીક ન જવા દે, ભાજપમાં ૩૦ વર્ષની અનેક નેતાઓ, કાર્યકર્તાઓ સિલેક્ટ થયા બાદ હવે ડીલેટ થઈ ગયા છે, કહા ગયે વો લોગ? બાકી “યે પૈસા બોલતા હૈ”, તેવા લોકો એસી ગાડીમાંથી બધુ બરાબર છે, ને, કહીને નીકળી જાય, બાકી ૪૩ ડિગ્રીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રચારમાં કામ કરતાં અનેક નગરસેવકોને જોયા છે પણ તેમની પીપૂડી વાગવાની નથી, પણ લોકલ નેતાગીરીને દૂર રાખીને જો ર્નિણય લેવામાં આવે તો જેણે ક્યારેય સપનું ન જોયું હોય તેવા લોકો પણ હોદ્દેદાર એવા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન પદે શોભાવે પણ આ લોકોનું કોણ?
ચૂંટાયા બાદ નીચેથી ઉપર સુધીની નેતાગીરીને પગચંપી અને દિવસ હોય તો રાત અને રાત હોય તો દિવસ કહેનારાને હા માં હા મિલાવે તેવા ચમચાગીરી વાળાની જ દાળ ગળશે, મહિલાઓમાં પણ સક્ષમ ઉમેદવાર મેયરપદ માટે છે, પણ પૈસાના જોરે ના થાય તેનું ધ્યાન હવે પ્રદેશ નેતાગીરીએ ધ્યાન રાખવાની જરૂર છે, નગર સેવકની ગ્રાન્ટ હવે ૫ લાખથી વધીને ૨૫ લાખ થઈ ગઈ છે, ૨૫ લાખની ગ્રાન્ટમાં શું કામ કર્યા? તે નેતાગીરી પ્રદેશ દ્વારા ચકાસવાની જરૂર છે, હવે જમાનો રેન્જ રોવર, ૩ લાખનો મોબાઈલ, બંગલા માટે પ્લોટ, થી લઈને કરોડોમાં વાતોના વડા બની રહ્યા છે, ચૂંટણી દરમિયાન મતદાન ઓછું થયું અને લીડનો જે ટાર્ગેટ હતો તે ટાર્ગેટ ૧૦ લાખ પાર પડી શકશે ખરો? અમિતભાઈ ધાણો બોલાવો, કેન્દ્રીય ગૃહ મંત્રી અબજો રૂપિયાની ગ્રાન્ટો આપીને ય્ત્ન-૧૮ ને વિકાસશીલ બનાવ્યું છે, ત્યારે વિકાસશીલ પુરુષની વિકાસ યાત્રામાં જે ગ્રાન્ટો વપરાઈ તેમાં ૧૦૦ના ૨૦ જેવું ગણી શકાય, દસ લાખની લીડ માટે કોણે શું કર્યું? તેમાં ત્રણ જેટલા ગ્રુપ પૂછડા આગળ પાછળ નેતાઓને હલાવીને પોતે રાજકારણ કરી રહયા છે, પ્રજાના વિકાસના કામોની વાતો કરવામાં આવે તો મેયરને ધન્યવાદ આપવા જોઈએ કે જેમણે પોતાની ગ્રાન્ટ માંથી ત્રણ સોનોગ્રાફી મશીન ખરીદીને શહેરને ભેટ આપ્યા, આનાથી અનેક મહિલાઓના પ્રશ્નનું સોલ્યુશન આવ્યું છે, અગાઉના ત્રણ હોદ્દેદારો એ કામ ઘણા જ કર્યા, પણ હવે આ કામ પૂરપાટ વેગે થશે કે કેમ? હવે મેયર બનવા અનેક મહિલાઓ થનગની રહી છે, ત્યારે ભાજપ માટે ભલે હોદ્દો અપાઈ જાય, પણ અંડર કરંટ ઉકળતો ચરૂ છે, હોદ્દેદારોની વરણી બાદ ભડકો તો નહીં થાય ને? અત્યારે તો તડકા લગા કે બાકી પછી ભડકા થાય તો નવાઈ નહીં, ભજીયા ગ્રુપ પણ જોડાયું છે, ત્યારે કજીયા વિરોધ કરે તો ભજીયાની છીંકણી પણ કોઈ સુંઘે નહીં, અને ચટણી પણ કોઈ ખાય નહીં, ત્યારે અત્યારે તો મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનનું પદની નિમણૂકને લઈને મ્ઁઇ ગ્રુપની રાતની નીંદડી ઉડી ગઈ છે, ત્યારે એક નગર સેવક તો પત્નીને ટ્રેનિંગ આપી રહ્યા છે, અને બધે પોતાનું ફાઈનલ છે તેમ કહીને વાઘા પણ પોતે સીવડાવી દીધા છે, ત્યારે ટુ ઇન વન મેયર પદ કહી શકાય,
બોકસ
મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનનું પદ માટે ઉચ્ચકક્ષાએ છેડા અડાડવાથી લઈને પગચંપી શરૂ, બાકી હવે ભલામણો થાય તો રેન્જ રોવર, મોંઘાદાટ મોબાઈલ, વિદેશ જવાનો ખર્ચથી લઈને કરોડો ખર્ચવા પણ તૈયાર હોવાની ચર્ચા, કામ કરનારા અને ખરેખર જોવા જઈએ તો લોકસભાની ચૂંટણીમાં જે પ્રચાર કરતા હતા, તેમના ડેટા મંગાવીને જો ર્નિણય લેવામાં આવે તો છઝ્ર, બંગલામાં રહેતા કોઈનો નંબર ન આવે, ૫ લાખમાંથી ૨૫ લાખની ગ્રાન્ટ નગર સેવકની છતાં મતદાન ઓછું કેમ? ધારાસભ્ય ઉત્તર, દક્ષિણની સેન્સ લેવામાં આવશે કે કેમ? અને કોની ભલામણ કરે છે. તે પણ યથાર્થ પ્રશ્ન છે, બાકી શહેર સંગઠનથી લઈને ધારાસભ્યની ભલામણ બાદ પ્રદેશ કક્ષાએ શું ર્નિણય લેવામાં આવે છે, તે બાદ ભાજપમાં ભડકો તો નહીં થાય ને? ૪૧ માંથી ૪૩ અને હવે સોગંદ ખાવા પૂરતા ૧ આપ ના સભ્ય છે, ત્યારે ભજીયા ગ્રુપ પણ પદ મેળવવા જો તલપાપડ થતું હોય અને ભજીયા ગ્રુપને પદ મળશે કે કેમ? તે યથાર્થ પ્રશ્ન છે, ત્યારે કજીયા ગ્રુપ શું ભલામણ કરે છે, તે પણ જોવું રહ્યું, બાકી જોડે ખાવાના ભજીયા અને બહાર કરવાના કજીયા તો નથી ને, હવે પદ મેળવવા ઓફરોનો ખજાનો?