અમદાવાદ, ગાંઘીનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા આગામી ચોમાસામાં ૧૦૦ દિવસમાં AMC ૩૦ લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે ગત વર્ષમાં GMC દ્વારા ૧૦ લાખ વૃક્ષો વાવવાની વાતોના વડા હતા ત્યારે અમદાવાદમાં જગ્યા કઈ જ્યાં ૩૦ લાખ વૃક્ષો ઉગાડશો, લોખંડના પાંજરામાં ભ્રષ્ટાચાર અને દર વર્ષે પાંજરા ખરીદવાના વૃક્ષોના નામે ત્યારે વૃક્ષોનું એક બાજુ નિકંદન નીકળી રહ્યું છે ગાંધીનગર મનપા દ્વારા જે વૃક્ષો ઉગાડ્યા તેમાં ૧૦ લાખની વાતોના વડા હતા, પણ ૧ લાખ વાવ્યા છે, ખરા? નગરસેવકોએ ખરીદેલા પાંજરા ક્યાંય માર્કેટમાં કે પછી તેમના મતવિસ્તારમાં દેખાતા નથી, GMS ખાતે તો ફોરેસ્ટ ખાતું પણ ઝાડવા ઉગાડે છે, ફોરેસ્ટ ખાતું પણ જે આંકડા જણાવે છે તેમાં પણ ફેંકામફેંકી જ છે, ત્યારે GMC અને ફોરેસ્ટ બિલો તગડા મૂકે ત્યારે ઘણીવાર ફોરેસ્ટના ઝાડીયા GMC દ્વારા ઉગાડેલા બતાવાય જેવો ઘાટ છે,
અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગો દ્વારા શહેરમાં વિવિધ ઝોનમાં વૃક્ષારોપણ માટે કેટલાક પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મધ્ય ઝોનમાં ૭ સ્થળો, પૂર્વઝોનમાં ૧૬ સ્થળ, પશ્ચિમઝોનમાં ૧૦ સ્થળ, ઉત્તરઝોનમાં ૧૧ સ્થળ, દક્ષીણઝોનમાં ૧૧ સ્થળ, ઉ.પશ્ચિમઝોનમાં ૨૦ સ્થળ જ્યારે દ.પશ્ચિમઝોનમાં ૨૦ સ્થળે વૃક્ષારોપણ કરાવવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે. જગ્યા ક્યાં?
આ તમામ સ્થળો પર અમદાવાદ મહાનગરપાલિકા ૧૬.૭ લાખ નાના વૃક્ષોના રોપા, ૪૦ હજાર મોટા વૃક્ષો અને ૭ લાખ ફુલ-છોડ વાવશે. ૧૦૦ દિવસમાં ૩૦ લાખ વૃક્ષ વાવવાના લક્ષ્યાં ક સામે આગામી દિવસોમાં ૧૬.૭૫ લાખ જેટલા નાના વૃક્ષના રોપા લગાવવામાં આવશે.સૌથી વધુ નાના વૃક્ષો પૂર્વઝોનમાં ૬.૫૧ લાખ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં ૨.૫ લાખ, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૨ લાખ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧ લાખ જેટલા નાના વૃક્ષો વાવવાનો લક્ષ્યાં ક નક્કી કરાયો છે.મોટા વૃક્ષોમાં ૮થી ૧૦ ફુટ મોટા વૃક્ષો વાવવામાં આવશે. જેમાં પણ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૧ હજાર જેટલા વૃક્ષો વવાશે, જ્યારે ફ્લાવરીંગ છોડમાં વિવિધ ઝોનમાં એવરેજ એકથી સવા લાખ જેટલા છોડ વાવવાનો લક્ષ્યાંક છે.
બોકસ
દરેક મહાનગરપાલિકામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર ગણાવતો હોય તો તે વૃક્ષો વાવવાનો અને પાંજરા નગરસેવકો દ્વારા ખરીદીને પછી દર વર્ષે ખરીદવાનો પાંજરા ને કંચનમાંથી સોનું હોય તેમ કચરામાંથી મોડીફાઈ કેમ નહીં, દર વર્ષે નગર સેવકો પાંજરા ખરીદે છે, અત્યારે બતાવો કેટલા પાંજરા GMC, AMC ખાતે હયાત છે,વૃક્ષો વાવો તેના જે આંકડા લાખોમાં બતાવવામાં આવે છે તેમાં ૧૦% પણ ઉગ્યા છે ખરા? કેટલા કરમાઈ ગયા, બાકી નિકંદન અનેક વૃક્ષોનું નીકળ્યા બાદ બીજા ઝાડવા ઉગાડવામાં GMC, AMC ઉદાસીન સાથે આંકડાબાજીમાં બાજીમારી છે, ફેકુ તથા બંડલબાજ AMC, GMC લોકો કહી રહ્યા છે….