દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા GJ-18 શહેર, જિલ્લાને નંદનવન બનાવવામાં મોટો ફાળો આપ્યો છે, ઘરનું ઘર જે લોકોનું સ્વપ્ન હતું તે ગુડા દ્વારા હજારો મકાનો બનાવ્યા, સિવિલમાં દર્દીઓના સગાઓ માટે વિના મૂલ્ય ભોજન, શહેરનો રોડ, રસ્તાથી લઈને અમદાવાદ-સરખેજ હાઇવે સુધી અંડર બ્રિજ અને રેલવે ફાટક પાસે અંડર પાસ બનાવવા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી છે, દરેક નગરસેવકને ૫ લાખમાંથી ૨૫ લાખની ગ્રાન્ટ, છતાં મતદાન ઓછું કેમ?
GJ-18 ખાતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકામાં કેસરિયો લહેરાઈ રહ્યો છે, ભાજપમાં ૪૧ પછી બીજા કોંગ્રેસના બે નગરસેવક ભાજપમાં જોડાતા આંખ ૪૩ થયો, ત્યારે અગાઉ જોવા જઈએ તો ૧૬ સભ્યો જ હતા, ફિફ્ટી-ફિફટી, કોંગ્રેસનો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પર કબજો હતો, ત્યારે MLA ની ત્રણ સીટોમાં GJ-18 , માણસા, કલોલની સીટ પણ કોંગ્રેસ પાસે હતી, ત્યારે હવે બધી જ જગ્યાએ કેસરિયો છતાં મતદાન ઓછું થતાં અને ૫ ધારાસભ્ય પણ GJ-18 માં ભાજપના જ છે, ૪૧ નગર સેવકોએ શું કામ કર્યા? ૫ લાખની ગ્રાન્ટમાંથી ૨૫ લાખ મંજુર છતાં મતદાન કરવા રહીશો, નગરસેવકોને મતદાન સુધી પહોંચાડી શક્યા નથી, બધાને ૧૦ લાખની લીડ અને સામે કોંગ્રેસના ઉમેદવારનો પ્રચારમાં તેજી ન દેખાતા મોટા ભાગના ચિંતા કે ટેન્શન રાખ્યા વગર સૂઈ ગયા હતા, બાકી મતદાતાઓ સુધી પહોંચવા અને મતદાન સુધી પહોંચાડવા જોઈએ તેવી મહેનત થઈ નથી, ત્યારે ચૂંટણીના મતદાન બાદ હવે મતગણતરી પછી કયા વોર્ડમાં અને કયા વિસ્તારોમાંથી મતદાન ઓછું અને પ્લસ, માઇનસ થયું છે, તે કદ પ્રમાણે વેતરે તો નવાઈ નહીં, બાકી વિકાસના કામો માટે જે અબજોની ગ્રાન્ટો ફાળવી છે, તે PM, અને કેન્દ્રીય ગૃહ મંત્રીની આભારી છે, સંગઠન દ્વારા જે પ્રચાર કર્યો પણ છેલ્લો ગોલ મતદાતાઓને મતદાન સુધી ખેંચી લાવવાનો તેમાં સંગઠન પણ જોઈએ તેવું ઉકાળી શક્યું નથી, ત્યારે આવનારા દિવસોમાં અનેકની રેવડી ટાઈટ થઈ જશે,
બોકસ
GJ-18 મહાનગરપાલિકામાં ભાજપનું શાસન, ૪૩ નગર સેવકો છતાં મતદાન ઓછું કેમ? ૫ MLA જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત પર કબજો છતાં મતદાન ઓછું? નગર સેવકો દ્વારા શહેરમાં મતદાતાઓ ને મતદાન સુધી ખેંચી લાવવા ઢીલા ઢસ, અત્યારે બધાને મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનની ખુરશી દેખાય છે બાકી પછી બધા નિષ્ક્રિય જેવો ઘાટ છે, કેન્દ્રીય ગૃહ મંત્રી પણ નગરસેવકથી લઈને આટલી મોટી સફળ કરી છે ત્યારે હવે ચૂંટણી પરિણામ બાદ કોનો ઘડો લાડવો કરવો તે થવાનો જ છે,