હવે સુરતની સરકારી કચેરીઓમાં જ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે, વિજ કંપનીનો નિર્ણય…

Spread the love

સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ સરકારી વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યાં છે. ત્યારે સ્માર્ટ મીટરની કામગીરીની સામે લોકોમાં હોબાળો મચી ગયો છે. બિલ વધુ આવતું હોવાની ચોમેરથી ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે સ્માર્ટ મીટરની કામગીરીને લઈને સુરતમાં ડીજીવીસીએલના એમડીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે મોટો નિર્ણય જાહેર કર્યો હતો.હાલ પૂરતી કામગીરી રહેણાંક વિસ્તારમાં સ્થગિત કરીને સરકારી ઈમારતોમાં લગાવવાનું કહ્યું હતું.

ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ કહ્યું કે, સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ એપ્રિલથી શરૂ થયું હતું. લોકોને ખબર પણ હતી કે સ્માર્ટ મીટર અવવાના છે. ત્યારે છેલ્લા 1 મહિનામાં 10,000 મીટર અમે ચેન્જ કર્યા છે. છેલ્લા 3થી 4 દિવસથી સોશિયલ મીડિયામાં સ્માર્ટ મીટર બાબતે કેટલીક ભ્રામક વાતો થઈ રહી છે. તેને લઈને લોકોને થઈ રહ્યું છે કે સ્માર્ટ મીટરમાં રિચાર્જ ઝડપથી પૂરું થઈ જાય છે. સ્માર્ટ મીટર પણ જૂના મીટર જેવું જ છે પણ સ્માર્ટ મિટરમાં એક ઓપશન છે કે જેમાં કેટલો વિજ વપરાશ થાય છે તેની માહિતી મળી શકે છે.સૌ પ્રથમ DGVCL કોલોનીમાં મીટર લગાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ રિચાર્જ, વીજ વપરાશ આ તમામ બાબતોનું ટેસ્ટિંગ થયું હતું.

ટેસ્ટિંગ સફળ થયા બાદ એપ્રિલથી અમે મીટર લગાવવાનું શરૂ કર્યું છે. સ્માર્ટ મીટર લગાવવાનું મુખ્ય કારણ એ છેકે મીટર રીડર મેન્યુઅલ રીતે કામ કરે તો કેટલીક વાર લોકોને 5 લાખ કે 9 લાખનું બિલ આવ્યું હોવાનું સામે આવ્યું છે. સ્માર્ટ મીટરથી આ હ્યુમન એરર નીકળી જાય છે. ઘણી વાર મીટર રિડરની સાંઠ-ગાંઠ સખીને યુનિટ ઓછા દર્શાવે તો નુકશાન થાય એટલે સ્માર્ટ મીટર તેનો ઉપાય છે.

વીજચોરી અટકાવવા માટે પણ સ્માર્ટ મીટર ઉપયોગી છે. ક્યાં ફીડરમાંથી વીજ ચોરી થાય છે તે બાબતે પણ માહિતી મળ્યા બાદ અમે ટિમ મોકલીને તપાસ કરાવી શકીએ છીએ. સ્માર્ટ મીટરથી રોજનું રોજ વીજળી ઉપયોગ જોઈ શકાય છે જેથી વીજળી બચાવી પણ શકાય.સ્માર્ટ મિટરમાં એડવાન્સ પ્રીપેઈડ અમારે 2 ટકા રિબેટ આપવાનું પ્લાનિંગ છે આ ભવિષ્યમાં થશે. આ ઉપરાંત સ્માર્ટ મીટર લાગ્યા બાદ અગાઉની બિલ લોકોએ ભરેલી ડિપોઝીટમાંથી માઇનસ કરવામાં આવે છે.

જો ડિપોઝીટ કરતા વધુ બિલ હોય તો 180 દિવસમાં હપ્તે હપ્તે પ્રતિદિન તે રકમ વસુલવામાં આવે છે. મીટર લગાવ્યા બાદ 5 દિવસ અમે એપ્લિકેશ ડાઉનલોડ કરવા માટે આપવામાં આવે છે. એટલે કસ્ટમરનું બેલેન્સ માઇનસ 300 રૂપિયા થાય ત્યાં સુધી અમેં વીજળી કટ કરતા નથી. ત્યારબાદ અમે કસ્ટમરને ફોન કરીને આ માઇનસ બેલેન્સ ભરવા માટે કહેવામાં આવે છે. નિર્મલ નગરમાં 153 કસ્ટમર છે ત્યાં વિરોધ સામે આવ્યો હતો. ત્યારે આ બાબતે અમે મીટરના રીડિંગ અને બિલની ચકાસણી જૂના મીટરના રીડિંગ સાથે કરાઈ હતી. ગત વર્ષની તુલનામાં આ ગ્રાહકોના વીજ વપરાશ આ વર્ષે પણ એટલો જ આવ્યો છે એટલે બિલ વધારે આવ્યું હોવાની વાત ખોટી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com