મોર્નિંગ વોક કે સાયકલિંગ કરવા સમયે ધ્યાન રાખવું, છરી બતાવીને લુંટી લેતાં 5 ઝડપાયાં..

Spread the love

છેલ્લા કેટલાક દિવસોથી મોડી રાત્રે ફરતા લોકો અને વહેલી સવારે મોર્નિંગ વોક કે સાયકલિંગ કરવા નીકળેલા લોકોના મોબાઇલ ફોનની લૂંટ થતી હતી. આવો જ એક બનાવ એસપી રિંગ રોડ પાસે બન્યો હતો. જેમાં એક સગીરને છરી બતાવીને પાંચ શખ્સોએ આઇફોન લૂંટી લીધો હતો. જેને લઇને સરખેજ પોલીસે તપાસ કરીને ફોન ટ્રેક કરીને સગીર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

બોપલમાં રહેતા અજયભાઇ કોટડીયાનો 16 વર્ષીય પુત્ર હર તા. 12મીએ સવારે સાયકલિંગ માટે વીઆઇપી રોડ થઇને એસપી રિંગ રોડ પાસે પહોંચ્યો હતો. ત્યાંથી તે અંડરપાસ પસાર કરીને ઘર તરફ જતો હતો ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ હરની સાઇકલ પકડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી હર સાઇકલ લઇને ભાગ્યો હતો. ત્યારે બર્ગમેન પર અન્ય ત્રણ શખ્સો આવ્યા અને આ પાંચેય શખ્સોએ હથિયાર બતાવીને તુમ્હારે પાસ જો હે વો નિકાલ કે દે દે, નહિ તો છરી માર દુંગા કહીને આઇફોન લૂંટી લીધો હતો. આ મામલે સરખેજ પોલીસે ગુનો નોંધ્યા બાદ પીઆઇ આર. કે. ધુળિયા અને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ વી. એચ. શર્માની ટીમે મોબાઇલ ફોન ટ્રેક કરીને કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પવન મારવાડી (રહે.બહેરામપુરા), કિશન ઉર્ફે કીશુ બારોટ (રહે. બહેરામપુરા), પવન પવાર (રહે. જમાલપુર) અને બે સગીરોને ઝડપી પાડી આ લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ત્યારે આરોપીઓની વધુ પૂછપરછ કરતા ગત તા. 10મીએ આનંદનગરમાંથી પણ આ જ મોડસ ઓપરેન્ડીથી લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. આ બે ગુના સિવાય પણ આરોપીઓએ અનેક ગુના આચર્યા હોવાની શંકાના આધારે સરખેજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે. જેમાં પવન મારવાડીએ કાગડાપીઠ, વેજલપુર અને અસલાલીમાં મારામારી, ચોરી અને લૂંટના ગુના આચર્યા હતા. જ્યારે બે સગીરો સામે પણ રાણીપમાં ગુનો નોંધાયો હતો. આ તમામ લોકોની ગેંગ મોજશોખ પૂરા કરવા માટે અડધી રાતથી સવાર સુધી લૂંટના ગુના આચરતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com