‘હું ટ્યુમર સર્જરી માટે જઈ રહી છું’,મારા માટે દુવા કરજો : રાખી સાવંત

Spread the love

ડ્રામા ક્વીન રાખી સાવંતની તબિયત સારી નથી. 14 મેના રોજ એક તસવીર સામે આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તેને હૃદયની સમસ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 16 મેના રોજ રાખીના એક્સ પતિ રિતેશ મીડિયાની સામે આવ્યો અને કહ્યું કે, ‘રાખીને ટ્યુમર છે.’ જ્યારે રાખીના બીજા એક્સ પતિ આદિલ ખાન દુર્રાનીએ કહ્યું કે, ‘તે જેલથી બચવા માટે થઇને ડ્રામા કરી રહી છે.’ હવે ફરી એકવાર રાખી સાવંતે હોસ્પિટલનો એક વીડિયો શેર કર્યો છે અને પોતાની સ્થિતિ વિશે જણાવી રહી છે.

રાખી સાવંતનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે હોસ્પિટલમાં જોવા મળી રહી છે. તેના હાથમાં ડ્રિપ પણ જોવા મળી રહી છે અને સતત રડી રહી છે. તે તેની માતાને યાદ કરીને રડી રહી છે. તેણે કહ્યું કે તે ઘણી મુશ્કેલીમાં છે. થોડા સમયમાં તેનું ઓપરેશન કરવું પડશે. જેનાથી તે ડરી રહી છે.

રાખી સાવંતે લખ્યું કે, ‘હું ટ્યુમર સર્જરી માટે જઈ રહી છું. આખરે સ્ટેજ આવી ગયો છે જ્યારે મારી સર્જરી થશે. હું હસતા હસતા જઈશ. હું દરેક પીડા અને દુ:ખ સહન કરીશ. તમે બધા મારા માટે પ્રાર્થના કરો. મા તું ક્યાં છો? મને તમારી જરૂર છે. આ ખૂબ જ પીડાદાયક છે. હવે તેઓ મને ઓપરેશન થિયેટરમાં લઈ જઈ રહ્યા છે. મને વિશ્વાસ છે કે હું જલ્દી સ્વસ્થ થઈ જઈશ.’

રાખી સાવંત અને રિતેશના કહેવા પ્રમાણે, ડ્રામા ક્વીનના પેટમાં 10 સેન્ટિમીટરની ગાંઠ છે. જેનું ઓપરેશન આજે થવાનું છે. જો કે હજુ સુધી હોસ્પિટલ તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. રિતેશે કહ્યું હતું કે તે હોસ્પિટલનું નામ હજુ જાહેર કરી શકે તેમ નથી. જ્યારે તે સ્વસ્થ થશે ત્યારે આ વિશે જણાવશે. ફેન્સ પણ મૂંઝવણમાં છે કે આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું.

રાખી સાવંતની તબિયત અંગે રિતેશે કહ્યું હતું કે તે બે-ત્રણ દિવસથી ફરિયાદ કરી રહી હતી કે તેને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. 14 મેના રોજ, જ્યારે દુખાવો તીવ્ર બન્યો, ત્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તે રસ્તામાં બેહોશ પણ થઈ ગઈ, બાદમાં તપાસ કરતાં ખબર પડી કે તેને ટ્યુમર છે.

શુક્રવારે મોડી રાત્રે હોસ્પિટલના અધિકારીઓએ પુષ્ટિ કરી કે રાખી સાવંત ત્યાં દાખલ છે અને કહ્યું કે શનિવારે એટલે કે આજે બપોરે તેની સર્જરી થશે. ‘રાખીની શનિવારે સર્જરી થઈ રહી છે. તેમનું ઓપરેશન ચાલી રહ્યું છે. અભિનેત્રીની દેખરેખ ગાયનેકોલોજિસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. જોકે, હોસ્પિટલે રાખીના ગર્ભાશયમાં ગાંઠ વિશે કોઈ પુષ્ટિ કે માહિતી આપી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com