હવે AC લેવું હોય તો એ પણ વેઇટિંગમાં, કંપની પાસે માલ નથી,…

Spread the love

દેશમાં ગરમી આકરી બની રહી છે. આવી સ્થિતિમાં એર કંડીશન કંપનીઓ માંગને જોતા મહેનત કરી રહી છે. કારણ કે ઉત્પાદન કરતાં માંગ ઘણી વધારે છે. ઘણી કંપનીઓ કેટલાક મોડલમાં અછતનો સામનો કરી રહી છે. વોલ્ટાસ, ડાઈકિન અને બ્લુ સ્ટાર જેવી એર કંડીશનર ઉત્પાદકોનું કહેવું છે કે છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલી ગરમીના મોજાને કારણે માંગમાં ભારે વધારો થયો છે.

આ કારણે બજારોમાં ઉત્પાદનોમાં ચોકક મોડલની અછત છે. સમગ્ર દેશમાં વેચાણ વધી રહ્યું છે. જેના કારણે ઉત્પાદનની અછત વધુ વધવાની સંભાવના છે. કંપનીઓનું કહેવું છે કે તેને કારણે ઉદ્યોગને વેચાણમાં લગભગ 4-5 લાખ યુનીટનું નુકસાન થઈ શકે છે અથવા 1200-1500 કરોડ રૂપિયાનું સંભવિત બિઝનેસ નુકશાન થઈ શકે છે.

હકીકતમાં, માર્ચના અંતથી, દક્ષિણ અને પુર્વમાં લાંબા સમય સુધી ગરમીનું મોજું અને પશ્ચિમમાં સરેરાશ કરતાં વધુ તાપમાને એસીના વેચાણને આ વર્ષે રેકોર્ડ સ્તરે ધકેલી દીધું. નવા ઉત્પાદન અંગે કંપનીઓનું કહેવું છે કે સ્પેરપાર્ટ સપ્લાય કરવામાં લગભગ બે મહિનાનો સમય લાગે છે. એસી અને કેટલાક સ્પેરપાર્ટસની આયાત પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં કંપનીઓનું કહેવું છે કે સપ્લાય વધારવો શકય નથી.

ડાઈકિન ઈન્ડિયાના એમડી કહે છે કે, હાલમાં ભયંકર માંગની સ્થિતિ છે. ઉનાળા માટે ઉદ્યોગ દ્વારા કરવામાં આવેલા આયોજન કરતાં બજારની માંગ ઘણી વધારે છે. કેટલીક કંપનીઓ કેટલાક મોડલમાં અછતનો સામનો કરી રહી છે. વોલ્ટાસના મેનેજીંગ ડીરેકટરે જણાવ્યું હતું કે જો સ્ટોક ઓછામાં ઓછો 20% વધુ વેચી શકયો હોત. આયાત પર પ્રતિબંધ છે. કંપનીઓ ગેસ ભરેલા એસીની આયાત કરી શકતી નથી.

આનો અર્થ એ થયો કે ગેસના યુનિટ દીઠ ચાર્જીંગ પર 2000-3000 રૂપિયા ખર્ચમાં પડશે. કંપનીઓ આ માટે તૈયાર નથી. તે જ સમયે, સ્થાનિક સ્તરે કોન્ટ્રાકટ પર કામ કરતા ઉત્પાદકો આ માંગના પુરવઠાના તફાવતને ભરવા માટે તૈયાર નથી. ઉતરમાં વેચાણમાં વધારો થયો છે અને ઉત્પાદકો ચોકકસ મોડલ્સની અછતનો સામનો કરી રહ્યા છે. જો કે, ભારે ગરમીની સ્થિતિમાં, ગ્રાહકો કોઈપણ ભોગે ખરીદવા માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com