હિતેશ પટેલ (પોચી) ટુર્નામેન્ટ ડાયરેક્ટર
ચીરીપાલ ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન ખેલાડીઓને પ્રોત્સાહિત અને અનુભવ મળશે અને રણજી ટ્રોફીમાં કે આવનારી આઇપીએલ ટુર્નામેન્ટમાં પણ પસંદગી થવાની તક મળશે : બળવંતસિંહ રાજપૂત
બીસીસીઆઈના સેક્રેટરી જયશાહને બીજી જૂન ફાઇનલના પુર્ણાહુતિ દિવસે આવવા માટે આમંત્રણ આપ્યું છે : નરહરિ
આઈપીએલના નિયમો મુજબ જ ઘણા બધા ક્રિકેટર્સને પ્રોત્સાહન આપવા માટે ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન : રોનક ચિરીપાલ
અમદાવાદ
ગુજરાતમાં સ્થાનિક ક્રિકેટ પ્રતિભાઓને પ્રમોટ કરવા માટે ચીરિપાલ ફાઉન્ડેશનના ઉપક્રમે પ્રથમ ક્રિકેટ પ્રીમિયમ લીગ – 2024 નું આયોજન એસ.જી.વી.પી. ગ્રાઉન્ડ, એસ.જી.હાઇવે, અમદાવાદ ખાતે તારીખ 19 મે, 2024, રવિવારના રોજ સાંજે કલાકે ગુજરાત સરકારના ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ગ્રામીણ વિકાસ, શ્રમ અને રોજગારના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ઉદ્ઘાટક તરીકે અને શ્રી નરહરિ અમીન, સંસદસભ્ય (રાજ્યસભા, ગુજરાત), પૂર્વ પ્રમુખ જી.સી.એ. અને શ્રી અનિલભાઈ પટેલ માનદ સચિવશ્રી, જી.સી.એ મુખ્ય મહેમાનના હસ્તે ઓપનિંગ સેરેમનીનું આયોજન રાષ્ટ્રગીત બાદ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ગ્રામીણ વિકાસ, શ્રમ અને રોજગારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે બીજા રાજ્યની અંદર જે રીતે ક્રિકેટ ટુર્નામેન્ટો થાય છે તેવી જ રીતે ગુજરાતમાં પણ ચીરીપાલ ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવ્યું છે તે ગુજરાતને ગૌરવ આપવા જેવી બાબત છે. 2036 ની ઓલમ્પિક આપણા ગુજરાતમાં અમદાવાદમાં થવાની છે ત્યારે તે પણ એક ગૌરવની બાબત છે . ક્રિકેટ પ્રીમિયર લીગ થી આ ખેલાડીઓને ખૂબ જ અનુભવ મળશે અને રણજી ટ્રોફીમાં કે આવનારી આઇપીએલ ટુર્નામેન્ટમાં પણ પસંદગી થવાની તક મળશે.
સંસદસભ્ય (રાજ્યસભા, ગુજરાત), પૂર્વ પ્રમુખ જી.સી.એ. નરહરિ અમીને જણાવ્યું હતું કે ચીરીપાલ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સહયોગથી એસજી હાઇવે ખાતે આવેલી એસજીવીપી ગુરુકુળ મેદાન ખાતે ટી૨૦ ક્રિકેટ પ્રીમિયર લીગનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના રણજી ટ્રોફીના ખેલાડીઓ અને ટી ટ્વેન્ટી ના સિનિયર ખેલાડીઓ સહિત કુલ 100 જેટલા શું જુદી જુદી ટીમમાં પાર્ટિસિપેટ કરશે. આ ખેલાડીઓને આવનારી ટી૨૦ ક્રિકેટલીગમાં તક મળે તેવી તૈયારી ચિરીપાલ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે પણ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સપોર્ટ આપે તેવી વાત કર્યા બાદ જીસીએ તરફથી પણ સપોર્ટ મળી રહ્યો છે. રણજી ટ્રોફીના ચેરમેન અદાણી દ્વારા ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું છે. જીસીએ દ્વારા કોચ અને મેનેજરની પણ નિમણૂક કરવામાં આવી છે. બીસીસીઆઈના સેક્રેટરી જયશાહને બીજી જૂન ફાઇનલના પુર્ણાહુતિ દિવસે આવવા માટે આમંત્રણ આપ્યું છે. ચીરીપાલ ગ્રુપ તરફથી ફાઇનલ વિજેતા ટીમને પાંચ લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર તેમજ રનર્સ અપને અઢી લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
રોનક ચિરીપાલે જણાવ્યું હતું કે ઘણા બધા ક્રિકેટર્સને પ્રોત્સાહન આપવા માટે ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. Iplના નિયમો મુજબ જ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન થશે. 20 ઓવરની આ ટુર્નામેન્ટમાં છ ટીમોએ ભાગ લીધો છે.
આ T-20 ટુર્નામેન્ટમાં ગુજરાતના ટોચના હાલમાં રણજી ટ્રોફી અને શૈયદમુસ્તાક અલી ટુર્નામેન્ટમાં રમતા 95 કરતાં વધુ ખેલાડીઓ ભાગ લેનાર છે. આ ટુર્નામેન્ટમાં 6 ટીમો (1) Sabarmati Strikers, (2) Gandhinagar Lions, (3) Narmada Navigators, (4) Ahmedabad Arrows, (5) Heritage City Titans અને (6) Karnavati Kings ની ફાળવણી કરવામાં આવી છે. જેના કેપ્ટન પ્રિયાંક પંચાલ (Sabarmati Strikers), મનન હિંગરાજીયા (Gandhinagar Lions), ઉમંગ ટંડેલ (Narmada Navigators), આર્ય દેસાઈ(Ahmedabad Arrows), ઉર્વીલ પટેલ (Heritage City Titans) અને ચિંતન ગજા (Karnavati Kings) છે.