કોરોનાની ભયાનકતા હજુ ભુલાઇ નથી. કોરોના જો કે સમયાંતરે નવા નવા સ્વરૂપમાં પ્રગટ થતો રહે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી વૈશ્ર્વિક સ્તરે કોરોનાના કેસો સ્થિર થયા હતા, જો કે તેમાં હવે ઉછાળો જોવા મળ્યો છે.
યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના હાલના રિપોર્ટ મુજબ ગંદા પાણીમાં કોરોનાના નવા વેરિએન્ટનો એક નવો સેટ જોવામાં આવ્યો છે.
અમેરિકા, સિંગાપોર સહિત અનેક દેશોમાં આ નવા વેરિએન્ટના કેસો ઝડપથી વધી રહ્યા છે. પરિસ્થિતિ એ છે કે ઝડપથી વધતા આ સંક્રમણને લઇને સિંગાપોર સ્વાસ્થ્ય મંત્રાલયે ફરી એકવાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.
અધ્યયનકર્તાઓએ જણાવ્યું હતું કે, કોરોનાનો આ વેરિએન્ટ ઓમિઝોન જેવા જ છે. જે ઝડપથી લોકોને સંક્રમિત કરી શકે છે. આ સિવાય આ વેરીએન્ટ પણ વેક્સિનથી બનેલી શરીરની પ્રતિરોધક ક્ષમતાને પણ ચકમો આપવામાં સફળ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ સિંગાપોરમાં કોરોનાની એક નવી લહેર જોવા મળી રહી છે. અહીં તા.5 મેથી 11 મે સુધીમાં 25900 જેટલા કેસ નોંધાયા છે.