ગાંધીનગરમાં એક તરફ ગરમી, અને ભર બપોરે કાર ભડભડ સળગી ઉઠી….

Spread the love

ગાંધીનગરના સેક્ટર 1ના તળાવથી સરિતા ઉદ્યાન તરફ જતા ચાર રસ્તા પાસે પોણાચારેક વાગ્યાના અરસામાં અલ્ટો અને કિયા કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા પછી કિયા કારમાં સ્પાર્ક થવાની સાથે આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં કાર આગની લપેટમાં આવી ભડભડ સળગવા માંડી હતી. આગ એટલી ભયાનક હતી કે દોઢ-બે કિ.મી સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળતા હતા. ત્યારે હાલમાં ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લીધો છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત વિગતો મુજબ, બપોરના સમયે ગાંધીનગરનાં સેક્ટર 1ના તળાવથી સરિતા ઉદ્યાન તરફ જતા ચાર રસ્તા પાસે આજે બપોરના પોણાચારેક વાગ્યાના અરસામાં અલ્ટો અને કિયા કાર વચ્ચે અકસ્માત સર્જાતાં કિયા કારમાં ભયાવહ આગ ભભૂકી ઊઠી હતી, જેનાં પગલે રાહદારી વાહનચાલકોનાં જીવ અધ્ધર થઈ ગયા હતા.

અકસ્માત સર્જાતાં એક નવીનક્કોર કિયા કારમાં અચાનક સ્પાર્ક થવાની સાથે આગ લાગી હતી. એને પગલે કાર સવાર નીચે ઊતરી ગયા હતા. બીજી તરફ આગે જોતજોતાંમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દોઢેક કિ.મી સુધી ધુમાડા દેખાવા લાગ્યા હતા. કાર ભડભડ સળગાવવાની સાથે જ અત્રેથી પસાર થતાં વાહનચાલકોનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં તેમજ આપવામાં લોકો પણ દોડી આવ્યા હતા. ચાર રસ્તાની વચ્ચે જ કારમાં આગ લાગી હોવાથી ચારે દિશાનો વાહનવ્યવહાર થંભી ગયો હતો.

આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમ પાણીના ટેન્કર સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. આ દરમિયાન વિકરાળ આગના કારણે કારમાંથી ધાણીફૂટ જેવા તીવ્ર અવાજો શરૂ થઈ ગયા હતા. ત્યારે આગની ગંભીરતા જોઈને ફાયરનું બીજું ટેન્કર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. બાદમાં સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આ બનાવના પગલે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારમાં સવાર લોકોને સામાન્ય ઇજા થઇ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે સ્થળ પર પહોંચેલી પોલીસે પણ અકસ્માત તેમજ ઈજાગ્રસ્તો બાબતે તપાસનો દોર શરૂ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com