કથાકાર રાજુ બાપુએ કોળી ઠાકોર સમાજ અંગે વિવાદીત નિવેદન આપતાં ખળભળાટ, સમાજને સંસ્કાર વગરનો જણાવ્યો

Spread the love

ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીકના ગામમાં ચાલી રહેલી કથા દરમિયાન કથાકાર રાજુ બાપુએ કોળી ઠાકોર સમાજ અંગે વિવાદીત નિવેદન આપતાં ખળભળાટ મચી ગયો છે. રાજુ બાપુના નિવેદન બાદ તેમની સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ છે. રાજુ બાપુએ લવ મેરેજ અંગે વિવાદીત નિવેદન આપ્યું હતું. જો કે વિવાદ થયા બાદ રાજુ બાપુએ માફી માગતો વીડિયો જારી કર્યો હતો.

ઉના ગામ પાસે ચાલી રહેલી કથામાં કથાકાર રાજુ બાપુના નિવેદનથી વિવાદ ફેલાયો છે. રાજુ બાપુએ કોમવાદ અંગે વચ્ચે વૈમનસ્ય ફેલાવતું નિવેદન કર્યું હતું. તેમણે કોળી ઠાકોર સમાજ અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું.

કથામાં લગ્ન અંગે કુળના નામે બાપુના બોલ બગડ્યા હતા. સંસ્કાર નથી એવા કુળના યુવક સાથે લગ્ન કેમ તેવું નિવેદન તેમણે આપ્યું હતું. તેમણે કોળી ઠાકોર સમાજને સંસ્કાર વગરનો જણાવ્યો હતો અને નિવેદન કર્યું કે નીચ કુળની સ્ત્રી સાથે લગ્નથી સંતાન કેવું જન્મે અને નાતે મરવું, નાતે વરવું, નાતે તરવું તેવું નિવેદન રાજુ બાપુએ કર્યું હતું.

રાજુ બાપુએ કહ્યું કે 100માંથી 60 ટકા લવમેરેજ થાય છે. કથાકાર રાજુ બાપુના નિવેદન સામે કોળી સમાજના અગ્રણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે બાપુ સામે ફરિયાદ પણ નોંધાઇ છે.

રાજુ બાપુના નિવેદન અંગે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે આ કઇ પ્રકારના સાધુ છે. સાધુ સંસ્કાર આપે છે અને ધર્મનું જ્ઞાન આપે છે. આ શૈતાન પ્રકારનો સાધુ છે અને ક્ષત્રિય તથા કોળી સમાજના યુવાનો તેનું મોં કાળુ કરશે. આવા સાધુઓથી બચવું જરુરી છે. સાધુ સંસ્કાર આપે, આવી વાહિયાત વાતો ના કરે.

રાજુ બાપુના નિવેદન બાદ સવાલો થઇ રહ્યા છે કે વ્યાસપીઠ જેવા પવિત્ર સ્થાનેથી પણ કેમ વિવાદિત બોલ? કેમ આવા લોકો વ્યાસપીઠને પણ અપમાનિત કરતા ખચકાતા નથી? શા માટે સમાજ ખૂલીને આવા કહેવાતા કથાકારોને સબક નથી શિખવતા? અને શા માટે આવા કથાકારોને સમાજ ગમે તે બોલવા દે છે? કથા કરવાનું સ્થાન જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વૈમનસ્યનું પ્લેટફૉર્મ કેવી રીતે હોય શકે? જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે આવા વાડા સર્જનારાને સંત કેવી રીતે કહેવા તે પણ સવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com