છત્તીસગઢના કવર્ધા જિલ્લામાં એક ટ્રક 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે.. જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે.. આ બનાવની જાણ થતાં પોલીસ અને પ્રશાસનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ નીચે ફસાયેલા મજૂરોને બચાવ્યા હતા અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ ઘટના કબીરધામ જિલ્લાના કુકુદુર પોલીસ સ્ટેશન હેઠળના બહાપાની ગામમાં બની હતી. સોમવારે બપોરે લગભગ 2.30 વાગ્યે કામદારો પિક-અપ દ્વારા જંગલમાંથી પરત ફરી રહ્યા હતા. બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. આ દરમિયાન ટ્રક 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. ઘટનાને પગલે ભારે હોબાળો મચી ગયો હતો અને આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. બાદમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા હોવાનું અને 8 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
ગામલોકોએ માહિતી આપી હતી કે પિકઅપ વાનમાંના તમામ લોકો સેમહારા ગામના રહેવાસી છે. આ ઋતુમાં ગામલોકો તેંદુપત્તા સંગ્રહ કરવાનું કામ કરે છે. સોમવારે સવારે, 40 પુરુષો અને સ્ત્રીઓ પિકઅપ વાનમાં સવાર થઇ તેંદુપત્તા તોડવા માટે ગયા હતા.અને બપોરે અઢી વાગ્યે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી.
છત્તીસગઢના ગૃહમંત્રી વિજય શર્મા રાયપુરથી કવર્ધા માટે રવાના થયા છે. તેઓ સ્થળની મુલાકાત લેશે અને ઘાયલોને મળશે. વિજય શર્મા કવર્ધાથી ધારાસભ્ય પણ છે. અકસ્માત પછી, તેમણે તરત જ બેઠક રદ કરી અને કવર્ધા માટે રવાના થયા. પોલીસ અધિક્ષક અભિષેક પલ્લવે જણાવ્યું હતું કે મૃતકોમાં 14 મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે, જ્યારે આઠ લોકો ઘાયલ થયા છે.