ગાંધીનગરમાં લાંચ લેતો પટ્ટાવાળો ઝડપાયો, બીલો પાસ કરાવવા 20 હજાર માગ્યાં હતા…

Spread the love

ગાંધીનગર સેકટર – 11 એમ એસ બિલ્ડીંગ ખાતે આવેલી જિલ્લા તિજોરી કચેરીનો પટાવાળો કર્મચારીઓના પગાર, કન્ટીજન તેમજ ઉચ્ચતર એરિયર્સ બીલો પાસ કરાવવાની અવેજીમાં લાંચ લેતો હોવાની વ્યાપક બૂમરાણ ઉઠી હતી. જેનાં પગલે ગાંધીનગર એસીબીની ટીમે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લાંચનાં છટકાની ટ્રેપ ગોઠવી જિલ્લા તિજોરી કચેરીના પટાવાળાને 5 હજાર લેખે ચાર બીલો પાસ કરાવવાની અવેજીમાં 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર એમ એસ બિલ્ડિંગ ખાતે સ્થિત જિલ્લા તિજોરી

કચેરીમાં કર્મચારીઓનાં પગાર બીલો, કન્ટીજન બીલો,

ઉચ્ચત્તર એરીયસ બીલો, ફીક્સ ટુ ફુલ પે વિગેરે પ્રકારના

બીલો પાસ કરવાની અવેજીમાં લાંચ માંગવામાં આવતી

હોવાની વ્યાપક બૂમરાણ ઉઠી હતી. અત્રેની કચેરી ખાતે

બીલો પાસ કરાવવા વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવતો

હોવાની ગંધ એન્ટી કરપ્શન બ્યુરો કચેરી સુધી પહોંચી ગઈ

હતી. જે અન્વયે ગાંધીનગર એકમ એસીબીના મદદનીશ

નિયામક આશુતોષ પરમારનાં સુપરવિઝન હેઠળ પોલીસ

ઇન્સ્પેકટર એચ પી પરમારે પોતાની ટીમ સાથે જિલ્લા

તિજોરી કચેરીમાં ચાલતાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા ઘનિષ્ઠ

તપાસ હાથ ધરવામાં આવતા કચેરીનો પટાવાળો ઐયુબ

સુબામીયાં ઝાલોરી દ્વારા વિવિધ બીલો પાસ કરાવવા માટે

એક બીલના રૂ. 3 હજારથી રૂ. 5 હજારની લાંચની માંગણી

કરવામાં આવતી હોવાનું આવ્યું હતું. જેનાં પગલે એસીબીએ

ડિકોયરનો સહકાર મેળવીને લાંચના ડિકોય છટકાનું

આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.

બાદમાં નક્કી થયા મુજબ એસીબીની ટીમ જિલ્લા તિજોરી કચેરી ખાતે ગોઠવાઈ ગઈ હતી. જો કે પટાવાળા ઐયુબ ઝાલોરીએ ડિકોયરને જિલ્લા તિજોરી કચેરીની જગ્યાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે રજવાડી ટી સ્ટોલની સામે આવેલ જાહેર રોડ ઉપર બોલાવ્યો હતો. ત્યારે એસીબીની ટીમ સિવિલ હોસ્પિટલ વોચ રાખીને ગોઠવાઈ ગઈ હતી. આ દરમ્યાન પટાવાળા ઐયુબ ઝાલોરીએ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ફિક્સ ટુ ફુલ પે બીલ મંજુર કરવાના એક બીલના 5 હજાર લેખે ચાર બિલ પાસ કરાવી આપવાની અવેજીમાં 20 હજારની લાંચ સ્વીકારી હતી. એજ વખતે એસીબીની ટીમે પટાવાળા ઐયુબ ઝાલોરીને આબાદ રીતે પકડી લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા તિજોરી કચેરીમાં વિવિધ બીલો પાસ કરાવવાની અવેજીમાં એકલો પટાવાળો જ લાંચ લેતો હોવાની વાત એસીબીના ગળે પણ ઉતરી રહી નથી. જેનાં પગલે તિજોરી કચેરીમાં નિવૃતિ પછી પણ કોન્ટ્રાક્ટ બેઝથી નોકરી કરતા કલાસ – 2 અધિકારી સહિતના કર્મચારીઓ એસીબીના રડારમાં આવી ગયા છે. આગામી દિવસોમાં પટાવાળાના તાર કયા કયા અધિકારી – કર્મચારી સાથે જોડાયેલા છે તેની પણ એસીબી દ્વારા ઊંડાણથી તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com