સિવિલ હોસ્પિટલના ઓપીડીના લેબર વિભાગના ડેમો રૂમના એસીમાં આગ લાગતા સિવિલ હોસ્પિટલના 249 એસીની તપાસ કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ ઇલેક્ટ્રીક વિભાગ દ્વારા તપાસમાં લાલિયાવાડી દાખવતા માત્ર ઉપરછલ્લી જ તપાસ કરીને રિપોર્ટ આપતા રાજ્યના આરોગ્ય વિભાગે ઉધડો લીધો હતો. ઉપરાંત એસીના સ્પાર્ટમાંથી કેટલા નબળા, વોલ્ટેજમાં કોઇ ફેરફાર તેમજ એમ્પિયરથી માપીને સંપુર્ણ રિપોર્ટ આપવાની સુચનાને પગલે એસીનો પુન: સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી
સંચાલિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગત તારીખ
22મી, એપ્રિલના રોજ ઓપીડીના ગાયનેક વિભાગના ડેમો
રૂમમાં ફીટ કરેલા એસીમાં ધડાકાભેર આગ લાગી હતી. આ
ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલના અધિક્ષક દ્વારા સિવિલ
હોસ્પિટલના ઓપીડી, ઇન્ડોર, વહિવટી સહિતના વિભાગોમાં
ફીટ કરેલા 249 એસીની તપાસનો આદેશ પીઆઇયુના
ઇલેક્ટ્રીક વિભાગને કર્યો હતો. જોકે ઇલેક્ટ્રીક વિભાગ
દ્વારા એસીની તપાસ કરીને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.
પરંતું રિપોર્ટમાં એસીનો ઉપરછલ્લી જ તપાસ કરવામાં
આવી હતી. કેટલા એસીમાં કયા કયા સ્પાર્ટ નકામાં છે.
કેટલો વીજ પ્રવાહ લેશે, કનેક્શન કેવું છે સહિતની કોઇ
જ પ્રકારની તપાસ કરવામાં આવી નહી હોવાથી રિપોર્ટને
જોઇને રાજ્યનું આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલના
અધિક્ષક લાલઘૂમ થયા છે. ઉપરાંત એસીના સર્વેમાં
દાખવેલી લાલિયાવાડીના પગલે પુન: સર્વે કરવાનો આદેશ
કર્યો હોવાની ચર્ચા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓમાં જોવા
મળી રહી છે.
જોકે આદેશને પગલે સિવિલ હોસ્પિટલના ઓપીડી, ઇન્ડોર, વહિવટી વિભાગ સહિતના વિભાગોમાં ફીટ કરવામાં આવેલા એસીના સર્વિસ માટે રૂપિયા 70 લાખનો કોન્ટ્રાક્ટ આપવા છતાં આગની ઘટના બની હતી. ત્યારબાદ એસીની તપાસમાં પણ લાપરવાહી દાખવવામાં આવતા પુન: સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
તેમાં એસીના એમ્પિયર માપવામાં આવશે. કેટલા વોલ્ટેજ મળે છે, તેમાં કોઇ ફેરફાર થયો છે કે નહી, કનેક્શન, સ્પેરસ્પાર્ટ નબળા થયા છે સહિતની સંપુર્ણ તપાસ કરવામાં આવશે તેમ સિવિલ હોસ્પિટલના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.સિવિલના ઇલેક્ટ્રીક વિભાગ દ્વારા તપાસમાં લાલિયાવાડી દાખવતા માત્ર ઉપરછલ્લી જ તપાસ કરીને રિપોર્ટ આપતા રાજ્યના આરોગ્ય વિભાગે ઉધડો લીધો હતો.