લાંચિયા કર્મચારીઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે. હવે ડભાણ ગ્રામ પંચાયતમાં માત્ર 6 મહિના પહેલા નિમણૂંક પામેલા તલાટીએ લગ્ન રજીસ્ટર કરવા માટે અરજદાર પાસે 4 હજાર રૂપિયાની માંગણી કરી હતી, અંતે અરજદાર પાસે 2 હજાર રૂપિયા લેવાના નક્કી કર્યાં હતા.
પરંતુ અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ છટકું ગોઠવીને તલાટીને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યાં છે.
આરોપી 6 માસ પહેલા તલાટી કમ મંત્રીની ભરતીમાં પાસ થઇને સરકારી નોકરીમાં લાગ્યા હતા. ખેડા જિલ્લામાં 141 નવા તલાટી કમ મંત્રી નિમાયા હતા. જે પૈકી ડભાણ ગ્રામ પંચાયતમાં વિશાલકુમાર કાંતીભાઈ સોલંકીની નિમણૂંક કરાઈ હતી અને તેમને થોડા જ મહિનાઓમાં ભ્રષ્ટાચાર શરૂ કરી દીધો હતો.