હાલમાં તાપમાનમાં વધારો થઇ રહેલ હોય સરકારશ્રી દ્વારા હીટવેવની એડવાઇઝરી જાહેર કરેલ છે. હીટવેવના કારણે હાલમાં ડીહાઇડ્રેશન, લુ લાગવી, ચકકર આવવા, બેભાન થઇ જવું વિગેરે પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. ઘણા કિસ્સામાં ગંભીર પ્રકારની સમસ્યાઓ પણ થતી હોય છે. આ બાબતોને નિવારવા માટે અને હીટવેવને ધ્યાને લઇ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર વિસ્તારમાં કામ કરતા સફાઇકામદારોને બપોરે ૧૨:૦૦ થી સાંજે ૦૪:૦૦ કલાક સુધી કોઇપણ કામ ન કરાવીને આરામ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે તેમજ સફાઇકામદારોને ડીહાઇડ્રેશન ન થાય તે માટે પાણી, છાશ અને ઓ.આર.એસ.વિગેરે પણ પુરા પાડવામાં આવેલ છે. ત્યારે ગુજરાતનું જગત જમાદાર એટલે સચિવાલય કહી શકાય, ત્યારે સચિવાલયના પાછળના ભાગમાં વિધાનસભા ખાતે કામ ચાલુ છે, અને માં પોતે બાળકને હિંચકામાં સુવડાવી રહી છે, ત્યારે આખા ગુજરાતને એડવાઇઝ આપતું તંત્રએ શરૂઆત સચિવાલયથી કરાવવી જરૂરી નથી લાગતી?
આ ઉપરાંત ક્રેડાઇ ગાંધીનગર સાથે સંલ્ગ્ન તમામ રેસીડેન્સીયલ અને કોમર્શીયલ બાંધકામવાળી જગ્યા/પ્રોજેક્ટ ઉપર કામ કરતા તમામ શ્રમિકોને પણ બપોરે ૧૨:૦૦ થી સાંજે ૦૪:૦૦ કલાક સુધી કોઇપણ કામ ન કરાવીને આરામ કરવા માટે રજા આપવા તેમજ શ્રમિકોને ડીહાઇડ્રેશન ન થાય તે માટે પાણી, છાશ અને ઓ.આર.એસ વિગેરેની પુરતી વ્યવસ્થા કરવા માટે ક્રેડાઇ, ગાંધીનગરનાં પ્રમુખશ્રીને પત્ર પાઠવેલ છે.