બજારમાં એવા ઘણા ફળો મળે છે જે દેખાવમાં ભલે નાના લાગે પણ ફાયદાના મામલે તે ભલભલાને માત પણ આપે છે. ચીકુ આવા જ કમાલના ફળોમાંથી એક છે. આ નાનકડુ ફળ પોતાની મીઠાશની સાથે-સાથે ખૂબ જ ગુણકારી હોય છે. ચીકુ શરીરને હેલ્ધી રાખવામાં મદદરૂપ છે. ખરેખર, ચીકુની અંદર વિટામિન, મિનરલ અને એન્ટીઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં ઉપલબ્ધ હોય છે.
જે તમારા સ્વાસ્થ્ય માટે સારા હોવાની સાથે વાળ અને સ્કિન માટે પણ ફાયદાકારક હોઇ શકે છે. તે બીમારીઓમાં એક કોમ્બો પેક જેવું કામ કરે છે. ચાલો જાણીએ ચીકુના અન્ય ફાયદા વિશે.
હેલ્થલાઇનમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, ચીકુમાં ઇન્સ્ટન્ટ એનર્જી આપવાર ગુણ હોય છે, જે શરીર માટે લાભકારક હોય છે. તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. સાથે જ, નાનકડુ ચીકુ બ્લડ પ્રેશર, કિડની અને કેન્સર જેવી તમામ સમસ્યાઓથી છૂટકારો અપાવી શકે છે.
ચીકુમાં હાજર કાર્બોહાઇડ્રેટ શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. આ ઉપરાંત ચીકુમાં સુક્રોઝ અને ફ્રુક્ટોસ જેવા નેચરલ સુગર હોય છે જે બોડીને એનર્જી આપવામાં લાભકારક હોય છે. આ જ કારણ છે કે ચીકુને નેચરલ એનર્જી બૂસ્ટર કહેવામાં આવે છે. તેથી નબળાઇ કે વર્કઆઉટ બાદ ચીકુનું સેવન કરવાથી ઘણુ સારુ લાગે છે.
ચીકુ બાળકો માટે પણ લાભકારક સાબિત થઇ શકે છે. જણાવી દઇએ કે, બાળકોના ગ્રોથના વર્ષોમાં ચીકુ એક પૂર્ણ ભોજનનું કામ કરે છે, જે તેમને પ્રોટીન, ફાઇબર અને વિટામિન જેવા જરૂરી પોષક તત્ત્વો પ્રદાન કરે છે.
ચીકુ ઇમ્યુનિટી વધારવાનો એક સારો વિકલ્પ છે. ખરેખર, તેમાં રહેલુ વિટામિન સી શરીરની ઇમ્યુનિટી સુધારે છે. શરીરને બેક્ટેરિયલ ઇન્ફ્કેશનથી બચાવવા અને તેની સામે લડવામાં મદદ કરે છે.
ચીકુમાં વિટામિન એ અને બી ખૂબ જ સારી માત્રામાં હોય છે. જેમાં એન્ટી ઓક્સીડેન્ટ ફાયબર અને અન્ય ઘણા પોષક તત્ત્વ હોય છે, જે તમને કેન્સર જેવી મોટી બીમારીઓ સામે લડવામાં મદદ કરી શકે છે.
પાણીમાં ચુકીને ઉકાળીને બનાવવામાં આવેલો ઉકાળો પીવાથી કબજિયાત દૂર થઇ જાય છે. કબજિયાત અને એનીમિયા જેવી બીમારીઓથી બચાવે છે. ચીકુના બીજને પીસીને ખાવાથી કિડનીની પથરી સરળતાથી બહાર નીકળી જાય છે.