GJ-૧૮ ખાતે અધ્યતન લાયબ્રેરી બનાવી પણ હમણાં વીજળી ઉપર પ્રજા ત્રાટકી છે, ત્યારે વડોદરામાં વીજ બિલ ની બબાલ ચાલી રહી છે ત્યારે અહીંયા વીજ ચાલુ ન હોવાથી અનેક વિદ્યાર્થીઓ ગરમીમાં શેકાતા બહાર ચોગાનમાં વાંચવા મજબૂર બન્યા છે,
સેક્ટર ૨૧ ખાતે આવેલી અદ્યતન લાઇબ્રેરીમાં પાવર ડીમ થતા વિદ્યાર્થીઓ પણ ગરમીથી ડીમ થઈ ગયા હતા ત્યારે વીજળી જવાથી આખી લાઈબ્રેરી ખાલીખમ થઈ ગઈ હતી ત્યારે હજારો વિદ્યાર્થીઓ ગુજરાતના ખૂણે ખૂણેથી ભણવા આવે છે ત્યારે વીજળી જતા પરસેવે નહાતા હોય તેવું લાગતું હતું ત્યારે આજની પેઢીને ઝાડ નું મહત્વ અને છાયડા નું મહત્વ પણ સમજાતું હતું.
બોક્સ
વીજળી ગુલ તો ભણવાનું પણ ડુલ જેવો ઘાટ વિદ્યાર્થીઓનો સર્જાયો છે, ૪૬ ડિગ્રી તાપમાનમાં એક મિનિટ પંખો બંધ થાય તો પરસેવો નીકળવા માંડે ત્યારે અહીંયા વીજળી ડુલ થતા વિદ્યાર્થીઓ લાઇબ્રેરી છોડીને બહાર પટાંગણમાં બેસીને વાંચી રહ્યા છે, ત્યારે સેકટર ૨૧ ની અધ્યતન લાયબ્રેરી નું ઉદ્ઘાટન હમણાં જ એક મહિના અગાઉ થયું છે ત્યારે વીજના ધાંધીયા અહીંયા પણ શરૂ થઈ ગયા છે,