ગુજરાતમાં હવે ગામડા તૂટી રહ્યા છે, ગામડાઓ હવે ઘરડાઓ સાચવીને બેઠા છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રામ્ય વિસ્તારોને મહત્તવ વધારે આપી રહ્યા છે, ત્યારે આવનારા વર્ષોમાં ગ્રામ્યમાં પુરપાટ તેજી દેખાશે, ગામડાના કાચા મકાનો ખરીદનારા પણ હવે આવનારા દિવસોમાં સંખ્યા વધશે, કારણ કે શહેરમાં રહેવું હવે મોંઘુદાટ તો થશે પણ રોકાણકારો ગાયબ થઈ જશે, બને ત્યાં સુધી સરકારની જ તિજાેરી જ ભરાશે, હવે રોકાણ કરીને થોડો નફો મળે એટલે વેચી દેનારા માટે હવે આ ધંધામાં કોઈ માલ નહીં રહે, ત્યારે આવનારા મહિનાઓમાં મંદીનો મોટો તોખાર આવી રહ્યો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે,
ગયા વર્ષે ફેબ્રુઆરી માસમાં સરકારે રાજ્યના જંત્રી દરોમાં એકસાથે બમણો વધારો કર્યો હતો. જાે કે સરકારના મહેસૂલ વિભાગે કરાવેલા સાયન્ટિફિક સરવેમુજબના નવાં જંત્રીના દરો ટૂંક સમયમાં અને સંભવતઃ આવતા ઓગસ્ટ માસ સુધીમાં લાગુ થઇ જશે. સરકારે કરેલા આ સરવેપ્રમાણે અમદાવાદ સહિતના મહાનગરો ઉપરાંત જ્યાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રનો વિકાસ ખૂબ છે અને જંત્રી દરો કરતાં બજાર ભાવ ખૂબ ઊંચા છે, ત્યાં પણ જંત્રી દરોમાં અગાઉની જંત્રીની સાપેક્ષે અઢીથી લઇને ચાર ગણો વધારો થઇ શકે છે. તેવી જ રીતે જ્યાં વિકાસની તકો ઓછી છે તેવા અને ગ્રામીણ વિસ્તારોમાં જંત્રીદરો ઘટી શકે છે.
મહેસૂલ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર દરેક કલેક્ટર કચેરી અને મહેસૂલ વિભાગની સ્થાનિક કચેરીઓ સહિતના સ્ટાફે એક વર્ષ સુધી સતત સરવેકર્યો છે અને તેને લઇને આખરી જંત્રી કેટલી હોવી જાેઇએ તે તારણ મેળવી લેવાયું છે. આ સિવાય સંબંધિત ક્ષેત્ર એટલે કે રીઅલ્ટી માર્કેટ સાથે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સ સાથે પણ ચર્ચા કર્યાં બાદ આ જંત્રી દરો મોજણીને આધારે નક્કી કરાયા છે.
ગુજરાતમાં પાછલાં જંત્રી દરો ફેબ્રુઆરી ૨૦૨૩માં વધારાયા તે પૂર્વે એપ્રિલ ૨૦૧૧માં સુધારો કરાયો હતો. ગયા વર્ષે એકસાથે જંત્રી દરો વધ્યાં છતાં શહેરી વિસ્તારો અને તેમાં પણ અમદાવાદ, સુરત સહિતના પોશ એરિયામાં જંત્રીના દરો બજાર ભાવની સાપેક્ષે ખૂબ નીચાં હોવાથી સાયન્ટિફિક પદ્ધતિથી એટલે કે વૈજ્ઞાનિક ઢબે મોજણી કર્યા બાદ જંત્રી નક્કી કરવાની માગ બિલ્ડર લોબીએ ઉઠાવી હતી. તે પછી સરકારે તત્કાલીન વધારો ચાલું રાખી નવેસરથી જંત્રીદરો નક્કી કરવાની કવાયત આદરી હતી.
સરકારે શહેરોમાં જે વિસ્તારોને એફોર્ડેબલ હાઉસિંગ ઝોન તરીકે નક્કી કર્યા છે તે વિસ્તારો ઉપરાંત ખેતીવાડી સહિતના વિસ્તારો માટે જંત્રીના દરો ગયા વર્ષે ફેબ્રુઆરીમાં નિયત થયા હતા તે પ્રમાણે જ રહેશે. આ ઉપરાંત જ્યાં બજાર ભાવ અને જંત્રીદરો વચ્ચેનું સંતુલન વિચિત્ર નથી ત્યાં પણ કોઇ બદલાવ નહીં આવે.
ગુજરાત સરકારે ૨૦૧૧ના વર્ષમાં જંત્રીદર વધાર્યા પછી વખતો વખત બજારનો અભ્યાસ કરી જંત્રી દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. પરંતુ સરકારે આ દરો વધાર્યા ન હતા. તે પછી છેક ગયા વર્ષે એક સાથે દરેક વિસ્તારમાં તત્કાલીન પ્રવર્તમાન જંત્રીદરના બમણા કરી દેવાયા. ૧૨ વર્ષે થયેલા જંત્રીદર વધારાની સામે ઘણાં વિકસિત શહેરી વિસ્તારોમાં જમીનોના બજારભાવ કરતાં બમણાં થયેલાં જંત્રીદરો પણ ખૂબ ઓછાં હતાં, તેની સામે અમુક વિસ્તારોમાં બજારભાવમાં ઉછાળો ન આવ્યો હોવા છતાં ત્યાં જંત્રીદરો વધ્યા. આ કિસ્સામાં જમીનના બજાર ભાવો ઊંચા છે ત્યાં અને નીચા છે તેવા વિસ્તારોમાં જંત્રીદરોના વધારાથી ફેર પડ્યો નહીં. એટલે કે પોશ એરિયા અને ઓછા વિકસિત વિસ્તારો વચ્ચેના જંત્રીદરોમાં તફાવત સામાન્ય રહ્યો હતો.
બોક્સ
બમણા જંત્રી દરોથી ભાડા વધી જશે, રોકાણકારો તો ગાયબ થઈ જશે, હાલ ગુજરાતમાં લાખો મકાન ખાલી ખમ પડ્યા છે, માલ વેચાતો નથી, તેને બિલ્ડર લોબીની હવે પુંગી બજાવવામાં જે જંત્રીના ભાવ વધવાના છે, તેનાથી મકાન ખરીદનારા ગાયબ થઈ જશે, નાના મોટા નફામાં ધંધો કરતા રોકાણકારો ઉલેચા ભરીને હવે ગામડા તરફ સસ્તી અને સારી નવી સ્કીમો લાવે તો નવાઈ નહીં, ગામડા હાઉસફુલ થશે, શહેરીકરણમાં રહેવું મોંઘુંદાટ થતા હવે મહાનગરપાલિકા થી દૂર વિસ્તારમાં લોકો રહેવાનું પસંદ કરશે,