મમતા બેનર્જી દ્વારા બક્ષીપંચના ક્વોટામાં મુસ્લિમ સમાજને આપેલ આરક્ષણને રદ્દ કરવા અંગે કરેલ વિવાદાસ્પદ નિવેદનો અને નામદાર કોર્ટના ઓર્ડરને નહિ માનવાના નિર્ણયના વિરોધમાં ભાજપનું સૂત્રોચાર દ્વારા વિરોધ પ્રદર્શન 

Spread the love

વોટબેંકની રાજનીતિ માટે નામદાર હાઇકોર્ટનો ઓર્ડર પણ માનવા મમતા તૈયાર નથી

અમદાવાદ

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ કર્ણાવતી મહાનગર ખાતે રૂપાલી સિનેમા સામે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઓબીસી સમાજની અનામતને મુસ્લિમ સમાજમાં આપી દેવા સામે નામદાર હાઈકોર્ટે સ્ટે નાખ્યો છે છતાં પણ નામદાર હાઈકોર્ટના ઓર્ડરને અવગણના કરી ઓર્ડર નહિ માનવા તાનાશાહી નિર્ણયો કરી કરોડો ઓબીસી સમાજના નાગરીકોની અનામત મુસ્લિમ સમાજને આપવાની તુષ્ટિકરણની માનસિકતા સામે બક્ષીપંચ મોરચા કર્ણાવતી મહાનગર ધ્વારા દેખાવો અને સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આજના આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં મીડિયાને સંબોધતા રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષશ્રી મયંકભાઈ નાયકે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીશ્રી મમતા બેનર્જીએ સંવિધાનના શપથ લઇને પોતાનું પદ ગ્રહણ કરેલ છે અને અત્યારે દેશભારમાં લોકસભાની ચુંટણી ચાલી રહ્યી છે ત્યારે માત્રને માત્ર તુષ્ટિકરણની રાજનીતિ માટે વોટબેંકની રાજનીતિ માટે નામદાર હાઇકોર્ટનો ઓર્ડર પણ માનવા તૈયાર નથી. શ્રીમતી મમતા બેનર્જીની આ તાનાશાહી દેશના ઓબીસી સમાજના કરોડો નાગરીકો જોઈ રહ્યા છે. તેનો યોગ્ય જવાબ મમતા બેનર્જીને ઓબીસી સમાજ આપશે. કોંગ્રેસ તેમજ ઈન્ડી એલાઈન્સની માનસિકતા હરહમેંશ દેશના સંવિધાન વિરોધી રહ્યી છે. સંવિધાન મુજબ દેશના એસ.સી., એસ.ટી. અને ઓબીસી સમાજને મળનારા આરક્ષણને ઘટાડીને માત્રને માત્ર ધર્મ આધારિત એક વિશેષ સમાજ મુસ્લિમ સમાજને અનામત આપવાની માનસિકતા સમગ્ર દેશ સમક્ષ સામે આવી રહ્યી છે.આ વિરોધ પ્રદર્શનમાં મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિતભાઈ પી.શાહ, મહાનગરના મહામંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ ભગત, અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા તેમજ મહાનગરના પદાધિકારીશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ, મ્યુ.કાઉન્સીલરશ્રીઓ અને ઓબીસી મોરચાના કાર્યકર્તાશ્રીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com