મહીસાગરમાં ચારધામથી પરત આવતા પરિવારને અકસ્માત નડ્યો હતો. ખાનપુરનાં વડાગામ પાસે ટેમ્પો ટ્રાવેલરને અન્ય ગાડીએ ટક્કર મારી હતી. ટ્રાવેલર પલ્ટી જતા પરિવારનાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. નવસારીનાં ગણદેવીનાં એક જ પરિવારનાં 17 લોકો સવારી કરી રહ્યા હતા. ઈજાગ્રસ્તોને 4 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સદનસીબે ઘટનામાં જાનહાની ટળી હતી.
સુરેન્દ્રનગરનાં લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક અને કેમિકલ ભરેલ ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. પાણશીણા ગામનાં પાટીયા પાસે અકસ્માત થયો હતો. ટેન્કરમાંથી કેમિકલ લીક થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસ અને ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. ઘટનામાં એકનું મોત થયું હતું. જ્યારે બે લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.
સુરતમાં નેશનલ હાઈવે 53 પર ટ્રક પલ્ટી જતા 3 લોકોનાં મોત થયા હતા. ધુલિયથી ટામેટા ભરીને સુરત જતા ટ્રકને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 7 લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જેમાં પિન્ટુ પવાર, ભાવસા માળી, સોનું પાટીલનું મોત નિપજ્યું હતું. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બારડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.
પૂર્વ કચ્છમાં લાકડિયા-સામખિયારી ગામ વચ્ચે ટ્રેક્ટર-બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો હતો. બાઈક સાથે અથડાયા બાદ ટ્રેક્ટરે પલ્ટી મારી હતી 2 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
તાપીમાં અકસ્માત દરમ્યાન બે યુવકનાં મોત થયા હતા. નિઝરનાં વડલી ગામ પાસે બે બાઈસક સામ સામે અથડાતા બંને બાઈક સવારનાં ઘટનાં સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્યને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.