નાના પોપટો સસ્પેન્ડ, મોટા બાગડબિલ્લાઓ બહાર, કમિશનર, ફાયર ઓફિસર સસ્પેન્ડ કેમ નહીં??

Spread the love

રાજકોટના TRP ગેમઝોનમાં થયેલાં અગ્નિકાંડમાં 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોના મૃતદેહની DNA દ્વારા ઓળખ કરવામાં આવી રહી છે. ત્યારે આ અંગે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે રાજકોટ ગેમઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લઇને જાત નિરિક્ષણ કર્યું હતું તથા આ અતિગંભીર ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહીની સુચનાઓ આપી હતી.

જેને પગલે રાજ્ય સરકારે 7 અધિકારીઓની તાત્કાલિક અસરથી ફરજમોકુફી(સસ્પેન્શન)ના આદેશો કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રેસકોન્ફરન્સ કરી હતી અને તેમાં કહ્યું હતું કે, “ગેમઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો હતા, પરંતુ તેના માટે જે પ્રકારની કાર્યવાહી થવી જોઈતી હતી, તે પ્રમાણે નથી થઈ. આથી આગ વધારે વકરી હતી.”

મહત્ત્વનું છે કે, રાજકોટમાં TRP ગેમઝોન આગ દુર્ઘટના સંદર્ભે, આ ગેમઝોન જરૂરી મંજુરીઓ વિના શરૂ કરવા દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરજક્ષતિ અંગે રાજ્ય સરકારે મહાપાલિકાના ટાઉન પ્લાનર, સિટી ઈજનેર, માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર અને બે સિનિયર પોલીસ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરીને તેમની સામે સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

  • જયદીપ ચૌધરી, (ટાઉનપ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર)
  • ગૌતમ ડી. જોશી (ટાઉનપ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર)
  • એમ. આર. સુમા (નાયબ કાર્યપાલક ઈજનેર)
  • એન. આઈ. રાઠોડ (ગાંધીગ્રામ-2, પોલીસ ઈન્સપેક્ટર)
  • વી. આર. પટેલ (રાજકોટ તાલુકા પોલીસ, પોલીસ ઈન્સપેક્ટર)
  • પારસ એમ. કોઠિયા (નાયબ કાર્યપાલક ઈજનેર “સિ”)
  • રોહિત વિગોરા (સ્ટેશન ઓફિસર – ઇમરજન્સી સર્વિસીસ)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com