મેયર ચેરમેન ડેપ્યુટી મેયર બનવા અનેક નેતાઓના શરણે, જેનું નામ ટોપ લેવલે ચાલે તેની વિકેટ પડી જાય, હાલ ત્રણ ગ્રુપ મામકાઓને મૂકવા નવા અંડાગંડા શરૂ

Spread the love

જનરલ જ્ઞાતિજ ત્રણ પદ લે તો ઓબીસી ને ઘંટડી વગાડવાની? ઓબીસી સૌથી મોટી વોટબેંક છતા નજર અંદાજ કેમ?

એક ગ્રુપ મેયર પદે સ્ટેમ્પેડ લાવવા માંગે છે, ગાડીમાં ફરો, બંગલામાં રહો, અમે કહીએ ત્યાં સહી કરો,

Gj 18 ખાતે 10 જૂનના રોજ સામાન્ય સભાને લઈ ભાજપમાં ભર બપોરે 47 ડિગ્રી તાપમાનમાં 54 ડિગ્રીની દોડ મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન પદ માટે લોકો ઘોડા દોડાવી રહ્યા છે, ત્યારે ટોપ લેવલે જેમનું નામ ઉછળે તેને ટોપથી પાડવામાં આવે તેવો ઘાટ સર્જાયો છે, અત્યારે મોટાભાગના લોકો ટીવી મીડિયાથી દૂર ભાગતા નજરે પડે છે, ત્યારે એસસી, એસટી, ઓબીસી, ને તો કશું મળવાનું નથી, ફક્ત કમિટી સિવાય ત્યારે તમે મને ટેકો કરજો અને હું આવી જઈશ તો તમને સાચવીશ, ત્યારે સૌથી વધુ કફોડી હાલત ધારાસભ્યની થઈ ગઈ છે, ધારાસભ્ય જેની પાસે બેસે ક્યાંક ટુર અથવા કાર્યક્રમમાં જોડે હોય તો તેનું નામ માર્કેટમાં ચડી જાય, મેયરની એક સીટ સામે દસ રજૂઆત બાદ ત્યારે નિમણૂક થઈ જશે, પછી ધારાસભ્ય ઉપર ઠીકરા ફોડશે, તેવો ઘાટ સર્જાયો છે, લોકસભાની ચૂંટણી બાદ ધારાસભ્ય માંડ હાસ્કારો અનુભવ્યો ત્યાં રોજબરોજ નગર સેવકોના ફોન ચાલુ થઈ ગયા કે, મારી ભલામણ કરજો, બધાને હા અને હકારમાં જ જવાબ આપવો પડે ને કરે શું? બાકી નિમણૂક પછી એક વ્યક્તિને શિરપાવ અને બીજાને નહીં મળે તે ઠીકરું એમ.એલ.એ પર ફોડીને જણાવશે કે અમારું ના કર્યું ને? પણ નામ માંગ્યા હતા, ભલામણ કોની કરવી કોની ના કરવી આ બધા પેથીદા પ્રશ્નો હવે ઉદ્ભભવવાના છે,
મેયરપદ માટે જો પાટીદાર આવી જાય અથવા બ્રહ્મ સમાજની મહિલા આવી જાય તો ચેરમેન પદ અને ડેપ્યુટી મેયરપદ રાજપૂત અથવા ઓબીસી ને મળે ત્યારે ઓબીસી ની સંખ્યા સૌથી વધુ અને મતદારો વધુ હોવા છતાં અહીંયા ઓબીસીની પીપૂડી વાગતી દેખાતી નથી, પણ કદાચ શાકભાજીમાં ચટાકેદાર વઘાર થઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, ત્યારે લોકસભામાં ભાજપની કેટલી સીટો આવે છે, અને ગુજરાતમાં ગાંધીનગરની સીટમાં કેટલી લીડ અમિત શાહને મળે છે, તેના ઉપર પણ મોટો મદાર છે, ગાંધીનગર તથા અમદાવાદની સીટ જોઈએ તો ઉત્તર ધારાસભ્ય અને દક્ષિણ ધારાસભ્યના મત વિસ્તાર બંનેમાં આવે છે, ત્યારે મહાનગરપાલિકામાં કેટલા નગર સેવકોએ શું કામ કર્યા અને મત પેટીમાં મતોના ક્યાં ભાજપ કપાયું છે તેની ઉપર ભાજપ હવે બારીકાઈથી નજર રાખી રહ્યું છે, બાકી સંભવિત નામો ભલે ગમે તેટલા આવે પણ કોઈએ વિચાર્યું નહીં હોય તેવા નામ આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે ઘણીવાર જેમનું નામ વધુ ઉછાળે તેને પાડી દેવા રાજકીય શોગઠા ગોઠવાતા હોય છે, ત્યારે લોકસભાની ચૂંટણીમાં 11 વોર્ડમાંથી કેટલા મતો ભાજપને પ્લસ અને વધુ મળ્યા તે તરફ પણ હવે નજર દોડાવશે કારણ કે હમણાં ચૂંટણી બાદ તુરત જ આ મુદ્દો હાથ ઉપર લઈને પ્રદેશ કક્ષાએ જાણ કરી પણ ચોખ્ખી ના પાડી દેતા હવે ઘણા સેટિંગ ડોટ કોમમાં ઘુસણખોરી કરનારા ના સપનાચકના ચોર થઈ ગયા છે, હવે લોકસભાની ચૂંટણી બાદ સંમીકરણ અને ખાસ મતદારો ક્યાંથી માઇનસ પ્લસ કયા વોર્ડમાંથી ભમેડો ઊંધો વાળ્યો છે તે ખબર પડી જશે, તે કપાઈ જશે ત્યારે બ્રહ્મ સમાજમાં હાલ મહિલાઓના નામ ચાલે છે ત્યારે બીજા પટેલ સમાજમાંથી પણ ચાલી રહ્યા છે, બંને ત્યાં સુધી ઘણી મહિલાઓ ચૂંટાઈ ખરી પણ ટિકિટ માંગી હતી, પતિદેવ માટે અને ન મળતા આખરે પત્નીને મેદાને ઉતારી, ત્યારે ઘણી જ મહિલાઓ કાર્યમાં સક્ષમ થઈ ગઈ છે, પણ પતિદેવ માટે મહિલાને મેયર પદ સુધી પહોંચાડવું એટલે હવે ભારે કઠિન છે, ભાજપમાં ત્રણ ગ્રુપ ચાલે છે, પોતપોતાના મામકાઓને બેસાડવા ભલામણ કરી રહ્યા છે, બાકી મેયર પદ માટે હેમાબેન ભટ્ટ, દીપ્તિબેન પટેલ, સોનાલીબેન પટેલ, અંજનાબેન મહેતા, શૈલાબેન ત્રિવેદી, છાયા ત્રિવેદી, મીરાબેન પટેલના નામ પણ ચાલે છે, બાકી બ્રહ્મ સમાજ ઉપર મેયર પદ નો કળશ ઢોળાય તો એ જૂના અને વર્ષો જૂના પાયાના કાર્યકરને ચેરમેન પદની લોટરી લાગી શકે તેમ છે તથા જુઓ પટેલ મહિલા મુકવામાં આવે તો મંજીરા વગાડવા પડે તેમ છે ત્યારે જોવા જઈએ તો બે નામ એવા છે તેમાં મેયરપદ માટે મહિલા બી અથવા પી આવે તો એમ અથવા જીને લોટરી લાગી જાય સિનિયર ખરા પણ જોવા જઈએ તો મોટાભાગની મહિલાઓના પતિઓ વર્ષો જૂના કાર્યકર અને હોદ્દેદાર રહી ચૂક્યા છે ઓબીસીમાં જોવામાં આવે તો ઠાકોર સમાજમાંથી માણેકજી ઠાકોર (અમીયાપુર), નટવરજી ઠાકોર (રાંધેજા)નું નામ પણ રેશમા દોડી રહ્યું છે, અને બીજું નામ ડોક્ટર સંકેત પંચાસરા પણ કહી શકાય બાકી ઓબીસી ની વસ્તીનું ધોરણ જોતા ભાજપ શું નક્કી કરે છે તેના પર મદાર છે
ભાજપમાં હાલ ઘણા પતિઓ લોકસભાની ચૂંટણી હોય જેથી પ્રચાર કરવા બિન બુલાય મહેમાનની જેમ નીકળી ગયા છે ત્યારે લોકસભાની ગુજરાતમાં ચૂંટણી હતી ત્યારે બેથી ત્રણ મહિલાઓના પતિદેવ ગુજરાતના અન્ય વિસ્તારોમાં ઉભેલા ઉમેદવારના પ્રચારમાં જઈને ગુડ બુકમાં નામ તો નોંધાવી દીધું છે, પણ નામની ભલામણ કરે છે કે કેમ? તે યથાર્થ પ્રશ્ન છે, ભાજપના બે પ્રદેશના નેતાઓ અને અમદાવાદના એક ધારાસભ્યોને બે ત્રણ દિવસે સલામ ઠોકવા જીજે 18 ના એક નેતા જઈ રહ્યા છે, નામ ભલામણ પણ કરી છે, પણ હવે જેમ જેમ દિવસો વધતા જાય છે, તેમ તેમ ક્લાઈમેક્સ ચેન્જ આવી રહ્યો છે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એ જીજે 18 ના વિકાસ માટે કરોડોની અબજોની ગ્રાન્ટ ફાળવી છે, ત્યારે નગરસેવકોના બજેટમાં પાંચ લાખની સામે 25 લાખની ગ્રાન્ટ ફાળવણી છતાં મતદાન ઓછું કેમ? આ પ્રશ્ન ભારે પેચીદો છે, અગાઉ મહાનગરપાલિકામાં ફિફ્ટી-ફિફ્ટી બેઠકો હતી, ત્યારે 41 સીટો ભાજપ અને બે ઉછીના આવેલા કોંગ્રેસના તો પછી 43 સીટો હોવા છતાં મતદાનમાં કોઈ એક કશું જ ઉકાળ્યું નથી, મતદાનની ગણતરી બાદ કેટલાય નગરસેવકોનો ફુગ્ગો ફૂટી જવાનો છે, શોબાજી કરતા અને કામના નામે ફક્ત વાતોના વડા કરતાં અનેક પાટિયા પડી જશે, જોવા જઈએ તો પુરુષોમાં મોટાભાગના સિનિયર અને વર્ષો જૂના ભાજપના કાર્યકર અને હોદ્દેદારો રહી ચૂક્યા છે, તેમાં આર આર પટેલ, મહેન્દ્રદાસ પટેલ, શૈલેષ પટેલ, ગૌરાંગ વ્યાસ, અનિલ સિંહ વાઘેલા, રાકેશ પટેલ આ બધા જુના જોગીઓ કહી શકાય મોટાભાગના લોકો 20 થી લઈને 30 વર્ષ જૂના છે ત્યારે પાર્ટી પક્ષને પણ હોદ્દેદારોની નિમણૂકમાં ભારે ગૂંચવાડ જેવી સ્થિતિ સર્જાઈ છે

જેટલા પણ નગરસેવકો ધારાસભ્ય રીટાબેન પટેલ અલ્પેશજી ઠાકોરને મળે તો પોતાની ભલામણની વાતો જ અત્યારે ચલાવે છે બીજું કાંઈ કામ નહીં, નિમણૂક બાદ પછી જેટલા નગર સેવકોનો વિરોધનો સામનો ફક્ત અને ફક્ત અમારી ભલામણ ના કરીને તેનો કરવો પડશે, જાયે તો જાયે કહા, અત્યારે મોટાભાગના નવરસેવકોની ઊંઘ ઊડી ગઈ છે, પણ મોટો ક્લાઇમેક્સ જે આવવાનો છે, તે ચૂંટણીના લોકસભાના પરિણામો અને ક્યાં ક્યાં મતવિસ્તારમાંથી ભાજપની લીડ કપાઈ તે નગર સેવક પણ હોદ્દેદારમાંથી કપાઈ જશે બાકી નિમણૂક બાદ ખટપટ અને ખટાક-ખટાક થવાનું જ છે, અગાઉ નહીં થવાનું કારણ એ હતું કે અઢી વર્ષ પછી મળશે, હવે આવનારી ચૂંટણીમાં નો રિપીટ થિયરી આવે તો શું? કરી નાખો હોદાવાળી? બાકી બે થી ત્રણ નગરસેવક જ મજબૂત છે, જે ભાજપમાં હોવા છતાં ખોટું હોય તો મોઢે ચોપડાવી દે પણ હા સાચા છે, ત્યારે અગાઉ પણ ભાજપમાં સંદીપ જ્યોતિ કર સ્વર્ગસ્થ ધીરુભાઈ ડોડીયા હતા જે બોલતા હતા ત્યારે હજુ બે થી ત્રણ છે, જે હોદ્દેદારોની નિમણૂકમાં ખોટું થયું તો 10 તારીખે સભામાં આવ્યા તો નવાઈ નહીં ત્રણ ગ્રુપ ચાલે છે તેમાં કોઈ શંકાને સ્થાન નહીં,

Box
મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન પદની નિમણૂક બાદ શું બધા નગરસેવક જે ઉપરથી સૂચના આવી અને હોદામાં જેમનું નામ આવી ગયું તેમને વધાવી લેશે? અગાઉ અઢી વર્ષનો ગાળો હતો એટલે સૌ શાંત બેઠા હતા, હવે વિરોધ પક્ષ પણ આમાંથી જ નવો ઊભો થશે તેવી શક્યતાઓ અને વાર્તારો કહી રહ્યો છે, બાકી આ અઢી વર્ષ હોદ્દેદાર જે આવશે તેના માટે ખટાક-ખટાક જેવા કાનના પડદા હલાવી નાખે તેમ નગરસેવક હોહા મચાવશે
હોદ્દા લેવા પડા પડી અને ઉકળતો ચરુ છે એ ગ્રુપ સ્ટેમ્પેડ મેયર લાવવા માંગે છે, જેમાં ગાડી, બંગલામાં રહો, અમે કહીએ ત્યાં કરો સહી કરો, કોન્ટ્રાક્ટરો પણ અમારા ત્યારે બીજું ગ્રુપ હવે જે ત્રણ ટર્મ થી ભાજપમાં જોડાઈને કોન્ટ્રાક્ટરો બની ગયા અને કોન્ટ્રાક્ટર પાર્ટી જેવું બનાવી દીધું છે તેઓની સાફ-સફાઈ કરીને આદર્શ પાર્ટીનું લેબલ ઊભું કરવા મથી રહ્યું છે, ત્રીજું ગ્રુપ ચેરમેન ના પદ માટે ભલામણ કરીને મનપા ઉપર કબજો જમવવા મથી રહ્યું છે,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, દ્વારા કરોડો નહીં અબજોની ગ્રાન્ટો મહાનગરપાલિકાને આપી છે, ત્યારે ભ્રષ્ટાચારનું લીકેજ બધું બંધ કરીને પૂરેપૂરા નાણાં મનપાને આપે છે, ત્યારે આ નાણાં સોની નોટ 20 રૂપિયા ની બની જાય છે, ત્યારે એ ગ્રુપ આ અટકાવવા પણ મેદાને પડ્યું છે, બાકી મહાનગરપાલિકામાં મોટાભાગના મલાઈદાર અને દૂઝણી ગાય સમજીને મહાનગરપાલિકા નો પીછો છોડતા નથી બાકી મોદી બાપા, અમિત કાકા, ભુપેન્દ્ર દાદા, હમણાં ગ્રાંન્ડ બંધ કરી દે કે હવે તમે તમારી રીતે ઘર ચલાવો, કક્યાં સુધી બાપા, કાકા, દાદા, તમારું ઘર ચલાવશે? તો મહાનગરપાલિકાને પગારના ફાંફા થઈ જાય, બાકી હવે બાપા, કાકા, દાદા, આ નિર્ણય લો, તેવી લોકોની માંગ પણ છે, જેથી ઘર હવે મનપા પણ કરકસર થી ચલાવે, બાકી જલસા તો, બાપા, કાકા, દાદા, ના કારણે જ છે, કેન્દ્રીય ગૃહ મંત્રીએ જે ગ્રાન્ટો આપીને શહેરથી લઈને અનેક વિકાસ કાર્યોમાં જે નાણાં વપરાયા છે તેની રકમ ચકાસવામાં આવે તો આંખો ફાટી જાય, બાકી બાપા, કાકા, દાદા, ના કારણે મહાનગરપાલિકા નું ગાડું ચાલે છે લોકસભામાં કાકાને દસ લાખની લીડ કેમ નહીં, હકદાર છે, અમિતભાઈ હવા કાઢી નાખો, તમામની, શું નથી આપ્યું તો નગરસેવકો એ કામ શું કર્યા? ચૂંટણી બાદ આ મુદ્દો હાથ ઉપર લો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com