ઘોડા તબેલા માંથી નાસી ગયા બાદ તાળા જેવી સ્થિતિ, સુરતમાં NOC વગર ધમધમી રહેલા 6 ગેમ ઝોન કરાયા બંધ
રાજકોટની TRP ગેઈમ ઝોન આટલા સમયથી ચાલુ હતી તો, જવાબદારી કમિશનર, ફાયર ચીફ ઓફિસરની કેમ નહીં? હપ્તાખોરી? સેટિંગ ડોટ કોમ? બંને પોપટિયાઓ ઉપર FIR કેમ નહીં?
રાજકોટમાં નાના મહુવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં શનિવારે ભીષણ આગની દુર્ઘટના ઘટી હતી, જેમાં મૃત્યુ આંક વધીને ૨૮ આટલા પર પહોંચ્યો છે, આ કેસમાં હવે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, ઘટનાની ગંભીરતા જોતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ થી લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવી, પરેશ ધાનાણીએ પણ મુલાકાત લીધી હતી, ત્યારે આ કેસમાં સીટ દ્વારા તપાસ કરવા આદેશ આપીને ત્રણ દિવસમાં અહેવાલ આપવા પણ જણાવ્યું છે, ત્યારે સીટની તપાસમાં ઉચ્ચ અધિકારી તરીકે સુભાષ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે તપાસ દરેક વખતે સુરતની ઘટના હોય, મોરબી કે પછી વડોદરા ની ઘટના હોય, તે તપાસ સીટને સોંપ્યા બાદ અહેવાલ આવી જાય છે, પણ અહેવાલમાં ગેમ ચલાવનાર માલિકથી લઈને અનેકની ધરપકડ થાય છે, તો મોટા બાગડ બિલ્લા કમિશનર અને ત્યાંના ફાયર ચીફ ઓફિસરની જવાબદારી કેમ નહીં? મોટી જવાબદારી તો આ બંને પોપટિયાઓની કેમ નહીં?
સીટ દ્વારા જ્યારે પણ અહેવાલ મોકલવામાં આવે, ત્યારે જવાબદાર અધિકારી છટકી જાય, ત્યારે મહાનગરપાલિકા કમિશનર અને ફાયરચીફ ઓફિસરની જવાબદારી પ્રથમ કહી શકાય, આ ગેમ ઝોનને ફાયર સેફ્ટીના સાધનો ન હતા, અને NOC લીધી ન હતી તો આટલા દિવસોથી કમિશનર, અને ચીફ ઓફિસર શું કરતા હતા, હપ્તાખોરી? સેટિંગ ડોટ કોમ? જવાબદારી આ બે અધિકારીની કેમ નહીં? સીટ દ્વારા અહેવાલ ટાંકવામાં આવે તો જવાબદાર કમિશનર અને ચીફ ફાયર ઓફિસર પણ કહી શકાય, ત્યારે કમિશનર અને ફાયર ચીફ ઓફિસર ઉપર પણ FIR કરીને ઘરપકડ કરવામાં આવે, આજે અનેક ગેમઝોનથી લઈને હોટલો રેસ્ટોરન્ટો રોડ રસ્તા પર ધમધમી રહી છે, તેમાં મોટાભાગની NOC વગરની છે, ફાયર સેફ્ટી નું લાયસન્સ ન હોવા છતાં વર્ષોથી ચાલે છે, ત્યારે ફાયર ચીફ ઓફિસર ફક્ત નોટિસ મોકલીને ભજીયા તળે તે કેમ ચાલે? ત્યારે કજિયા થાય પછી તાળા મારવા દોડે, બાકી હપ્તાખોરી.. સેટિંગ ડોટ કોમ.. આવું પ્રજા કરી રહી છે,
રાજકોટમાં જેમના સંતાનો આ ઘટનામાં મૃત્યુ પામ્યા તેમની વેદના આ લખાઈ રહી છે, ત્યારે એક જ પરિવારના પાંચ સભ્યો મૃત્યુ પામ્યા છે, એક પિતાએ પોતાની વેદનામાં જણાવ્યું કે, એક પણ જવાબદારને જામીન મળ્યા એટલે હું એમની હત્યા કરી નાખીશ, આને ધમકી સમજો તો ધમકી અને બાપની વેદના સમજો, તો બાપની વેદના મારો પરિવાર પૂરો થઈ ગયો, દુર્ઘટમાં મોતને ભેટેલા રાજભા નામના બાળક સહિત પાંચ લોકોના મોત બાદ પિતા પ્રદીપ સિંહ ભાગી પડ્યા હતા, ત્યારે આ ઘટના બાદ સીટની રચના કર્યા બાદ કમિશનર અને ફાયર ચીફ ઓફિસર ની જવાબદારી મોટી ફિક્સ કરવાની જરૂર હોવાનું લોકો પણ જણાવી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રીથી લઈને ગૃહમંત્રી પણ રાજકોટ દોડી આવ્યા હતા, મુખ્યમંત્રીએ આઘાત સાથે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી,
Box
TRPની ઘટના બાદ સીટની રચના ત્વરિત કરીને ૩ દિવસમાં અહેવાલ આપવા જણાવેલ ત્યારે સીટના રિપોર્ટમાં મહાનગરપાલિકાના કમિશનર તથા ફાયર ચીફ ઓફિસરની જવાબદારી કેમ નહીં? તેમની ઉપર પણ કાર્યવાહી અને FIR થવી જોઈએ, આટલા સમયથી ચાલતી TRP ગેમને NOC તથા ફાયર સેફટી ન હોય તો ચાલવા કેમ દીધી? સીલ કેમ ના માર્યું? હપ્તાખોરી કે સેટિંગ ડોટ કોમ?
સુરતની ઘટનાથી લઈને રાજકોટની ઘટનામાં કમિશનર અને ફાયર ચીફ ઓફિસરની મુખ્ય જવાબદારી કહી શકાય, સીટ દ્વારા આ અહેવાલ જ્યારે આપવામાં આવે, ત્યારે જવાબદાર આ બે અધિકારીઓ ને પણ સાણસામાં લેવામાં આવે તો જ આવી ઘટનાઓ રોકી શકાશે
જેનું સ્વજન, બાળક ગયું તેને દુઃખ અને આપવીતી પોતે જાણે છે, ત્યારે જો આ સંદર્ભે નાના પોપટીયાઓ અને ગેમ ઝોનના માલિક તો આરોપી છે, તો બાગડ બીલ્લા કમિશનર અને ફાયર ચીફ ઓફિસર કેમ નહીં??