રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં તા. 22જૂનના રોજ નેશનલ અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા.22 મી જૂનનાં રોજ જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા.22 મી જૂનનાં રોજ જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. આ લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો જેવા કે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ- 138ના કેસ, બેંકના લેણાના દાવા, મોટર અકસ્માતમાં વળતરના કેસ, લેબરને લગતા કેસ, ઇલેક્ટ્રિસિટી તેમજ પાણીના વેરાના કેસ, લગ્ન વિષયક કેસ (છૂટાછેડા સિવાયના), જમીન સંપાદનના કેસ, પે એલાઉન્સિસ અને રીટાયરલ બેનિફિટ્સને લગતી સર્વિસ મેટર, રેવન્યુ કેસ તથા અન્ય સિવિલ કેસ મૂકવામાં આવશે.
આ માટે જાહેર જનતાને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર દ્વારા જણાવાયું છે કે, જે પક્ષકારોને કોર્ટમાં ઉપરોક્ત દર્શાવેલ કેસને લગતા પેન્ડિંગ કેસોનું સુખદ સમાધાન કરવા ઈચ્છા હોય તેઓએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ, કલોલ, માણસા, દહેગામ તેમજ ગાંધીનગરની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રૂમ નંબર -101 પ્રથમ માળ, ન્યાય મંદિર, સેક્ટર-11 ગાંધીનગરનો સંપર્ક કરવા તેમજ લોક અદાલતમાં સરકારની કોવિડ-19 અન્વયે પ્રસિદ્ધ કરેલ ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમ પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.