હાયર એજ્યુકેશન માટેના એડમીશન માટે તંત્રનું લોન્ચ કરાયેલ GCAS સર્વરના ડચકા
રાજ્યમાં ધોરણ-૧૨નું રીઝલ્ટ ધમાકેદાર આવ્યું, ત્યારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય આગળ શું? તેની ચિંતામાં ને ચિંતામાં અનેક ગુગલમાંથી સર્ચ કર્યા બાદ પોતે હવે શું નક્કી કરવું તે નક્કી કરી લીધું છે, ત્યારે હાયર એજ્યુકેશન માટેના એડમીશન માટે ગુ.સરકાર દ્વારા લોન્ચ કરાયેલ GCAS વેબ પોર્ટલ પર સર્વર ડાઉન આવતા અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીઓમાં મુકાયા છે,
તંત્ર દ્વારા ધો-૧૨ પછી સરકારી યુનીવર્સીટી સંલગ્ન કોલેજમાં એડમીશન માટે સરકારે GCAS નામનું વેબ પોર્ટલ બનાવ્યું છે, જે વિદ્યાર્થીઓએ એડમીશન માત્ર રજીસ્ટ્રેશન અને જે તે યુનીવર્સીટીની જે તે કોલેજની ચોઇશ ફીલિંગ સાથે ફોર્મ ભરવાનું હોય છે. આજે GCAS પર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે
આજે સવાર થી સતત સર્વર ડાઉન આવતા વિધાર્થીઓ અને વાલીઓ મુકાયા ચિંતામાં
હજુ કેટલીક સ્કૂલોમાં થી વિદ્યાર્થીઓ ને માર્કશીટ પણ નથી મળી.
ત્યારે તારીખ લંબાવવા પણ માંગ ઉઠવા પામી છે
રાજ્ય સરકાર દ્વારા વેબ પોર્ટલ લોન્ચ તો કરી દેવામાં આવ્યું પણ સર્વર સતત ડાઉન આવી રહ્યું છે
વિદ્યાર્થીઓ અને વાલીઓ એ કલાકો બેસી ને રાહ જોવાનો વારો આવ્યો
બોક્સ
સર્વર ડાઉન આખા રાજ્યમાં રહેતા અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ છે, ત્યારે આ સંદર્ભે તારીખ પણ લંબાવવામાં આવે તેવી માંગ ઉઠી છે, સર્વર ડાઉનના ધાંધિયાથી અનેકવાલીઓ ચિંતાગ્રસ્ત બન્યા છે,