લોકસભાની ચૂંટણી હમણાં જ પૂર્ણ થયા બાદ આજે ભારતના વડાપ્રધાન ત્રીજીવાર શપથ લઇ રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકા gj 18 નું કોકડું હજુ ગૂંચવાયેલું રહ્યું છે, આ કોકડું ગૂંચવા ના કારણો અનેક છે, ત્યારે સમિતિ જે બેસવાની હતી તે હવે સમય માંગ્યો છે, ત્યારે આજે શપથવિધિ હોવાથી ઉચ્ચ કક્ષાએ પ્રદેશના નેતાઓને સમય ન મળવાને કારણે મેયર ડેપ્યુટી મેયર ચેરમેન ની તારીખ લંબાઈ શકે તેવા એંધાણ પ્રાપ્ત થયા છે, સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર 18 જૂનના રોજ નિમણૂક નવી થાય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે, જેથી હવે બીજા નવ દિવસ બાદ 18 જૂનના રોજ નિમણૂકનો તક્તો ગોઠવાઈ જશે, ત્યારે જે 10 જૂનના રોજ તારીખ હતી તે હવે 18 જૂનના રોજ લંબાઇ હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે