હોલસ્ટીન ફ્રીઝિયન નસ્લની ગાયનું દૂધ પીવે છે અંબાણી પરિવાર , કેટલાં રૂપિયા લીટર દૂધ ,…વાંચો

Spread the love

તમને ખબર છે કે અંબાણી પરિવારના ત્યાં દૂધ ક્યાંથી આવે છે? કઈ ડેરીનું દૂધ તેમના ઘરે આવે છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ.

હોલસ્ટીન ફ્રીઝિયન નસ્લની ગાય વિશે તમે જાણો છો ખરા? આ ગાય સૌથી વધુ દૂધ આપનારી ગાય તરીકે જાણીતી છે. જેનું દૂધ પ્રોટીન, માઈક્રોન્યૂટ્રિયન્ટ્સ, જરૂરી ફેટ અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. અંબાણી પરિવાર એકમાત્ર એવો પરિવાર છે જે કદાચ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતો હોય છે. તેમની લાઈફસ્ટાઈલથી લઈને ડાયેટ વિશે જાણવા માટે અનેક લોકોને ખુબ રસ રહેતો હોય છે. પરંતુ જો ડાયેટની વાત કરીએ તો અંબાણી પરિવાર પ્યોર વેજ અને હેલ્ધી ડાયેટ પર વિશ્વાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેઓ કઈ ગાયનું દૂધ પીવે છે…જાણો આ રસપ્રદ માહિતી.

અંબાણી પરિવારમાં આવનારો મોટાભાગનો સામાન વિદેશથી આવતો હોય છે. તેમના ઘરમાં ડેઈલી ખાવા પીવાની વસ્તુઓ પણ ફ્રેશ આવે છે. અંબાણી પરિવારના રસોડામાં ફ્રેશ વસ્તુઓ બનતી હોય છે. પરંતુ તેમના ઘરમાં આવતું દૂધ એકદમ સ્પેશિયલ છે. આ દૂધ એક ખાસ પ્રકારની નસ્લની ગાયનું હોય છે. તમને જણાવી દઈએ કે આ વિદેશી નસ્લની ગાય હોલસ્ટિન પ્રેશિયાન છે. જેનું દૂધ અંબાણી પરિવારના ઘરે આવે છે. આ ગાય સ્વિટ્ઝરલેન્ડની નસ્લની ગાય, જેનું દૂધ ખુબ જ પૌષ્ટિક હોય છે.

મીડિયા રિપોર્ટ મુજબ મુકેશ અંબાણી જે નસ્લની ગાયનું દૂધ પીવે છે તે પુણેથી આવે છે. એવું કહેવાય છે કે આ નસ્લની ગાયોને પુણેની એક હાઈટેક ડેરી ભાગ્યલક્ષ્‍મી ડેરી દ્વારા પાળવામાં આવે છે. આ ડેરી વિશે પણ જાણવા જેવું છે. તે પુણેમાં 35 એકરમાં ફેલાયેલી છે અને તેમાં 3000થી વધુ ગાયો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ વધુ દૂધ આપતી ગાયની નસ્લ માટે કેરળથી એક ખાસ પ્રકારનું રબરવાળું ગાદલું મંગાવવામાં આવે છે. આ ગાયોને પીવા માટે RO નું પાણી આપવામાં આવે છે.

આ ગાય વિશે વાત કરીએ તો મૂળ આ નસ્લ નેધરલેન્ડની છે અને તે દુનિયાભરમાં સૌથી વધુ દૂધ આપતી ગાયની જાત તરીકે ઓળખાય છે. તે કાળા અને સફેદ રંગની હોય છે. જ્યારે કેટલીક જાત લાલ અને સફેદ કે વાદળી અને સફેદ રંગની હોય છે. એક હેલ્ધી હોલસ્ટીન ફ્રીઝિયન વાછરડું જન્મ સમયે લગભગ 50 કિલોનું હોય છે અને એક એડલ્ટ ગાયનું વજન લગભગ 750 કિલો હોઈ શકે છે. આ જાતની એક ગાય રોજ 25 લીટર દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે.

એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ હોલસ્ટીલ ફ્રીઝિયન દૂધ એક આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશસ્તિત ડેરી ઉત્પાદન છે જે A1 અને A2 બીટા કિસેઈન (પ્રોટીન) બંનેથી ભરપૂર હોય છે. આ દૂધ ડેરી ઈન્ડસ્ટ્રી પર હાવી છે અને પ્રોટીન, મૈક્રોન્યૂટ્રિએન્ટ્સ, માઈક્રોન્યૂટ્રિએન્ટ્સ, જરૂરી ફેટ અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર છે. તે કેલ્શિયમ અને વિટામીન ડીનો એક હેલ્ધી સોર્સ સાબિત થયો છે અને હાડકા તથા દાંતના વિકાસમાં મદદરૂપ છે.

જે ડેરીમાંથી આ દૂધ આવે છે તેની કિંમત વિશે જાણશો તો ચોંકી જશો. મીડિયા રિપોર્ટ મુજબ આ દૂધનો ભાવ એક લીટરના 152 રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com