દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 11 જૂનના રોજ જણાવ્યું કે, તેના બોર્ડે વર્તમાન નાણાકીય વર્ષમાં દેવા દ્વારા 3 અબજ ડોલર એકત્રિત કરવાની મંજૂરી આપી દીધી છે. બેંક પબ્લિક ઓફર કે સીનિયર અનસિક્યોર્ડ નોટ્સસના પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા એક કે વધારે હપ્તામાં ફંડ એકત્રિત કરશે.
SBIએ એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું કે, ‘બેંકે સેન્ટ્રલ બોર્ડેની એક્ઝિક્યુટિવ કમિટીએ પબ્લિક ઓફર કે સીનિયર અનસિક્યોર્ડ નોટ્સના પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા એક કે ઘણા હપ્તામાં 3 અબજ ડોલર સુધી ફંડ એકત્રિત કરવાની મંજૂરી આપી દીધી છે.
અનસિક્યોર્ડ નોટ્સ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન અમેરિકી ડોલર કે કોઈ અન્ય વિદેશી મુદ્રામાં એકત્રિત કરી શકાય છે.’
જો કે, સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં તે નથી જણાવવામાં આવ્યું કે, આ રકમનો ઉપયોગ શેના માટે કરવામાં આવશે. ભારતીય બેંક મૂડી આધાર વધારવામાં લાગેલી છે, જેથી લોનની વધતી માંગને પૂરી કરી શકાય. આ નાણાકીય વર્ષમાં ઘણી અન્ય PSU બેંકો જેમ જેવી કે, કેનેરા બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક અને પંજાબ નેશનલ બેંકની પણ ડેટ દ્વારા ફંડ એકત્રિત કરવાની યોજના છે.
સ્ટેટ બેંકે જાન્યુઆરીમાં બેસલ-3 કમ્પ્લાયન્ટ ટીયર-1 બોન્ડનું વેચાણ કરીને 5,000 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. બેંકના ચેરમેન દિનેશ કુમાર ખારાએ ગત મહિને જણાવ્યું કે, બેંક ગ્રોથને સપોર્ટ કરવા માટે ઈક્વિટી કેપિટલ એકત્રિત કરી શકે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 11 જૂનના રોજ બેંકનો શેર 0.47 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યો હતો. આ વર્ષ હજુ સુધી બેંકના શેરોમાં 30.5 ટકાનો વધારો જોવા મળ્યો છે.