ગોંડલ ખાતે 100 વર્ષથી વધુ જૂનાં બે ઐતિહાસિક પુલની જર્જરિત સ્થિતિ મુદ્દે થયેલા કેસમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો

Spread the love

ગોંડલ ખાતે 100 વર્ષથી વધુ જૂનાં બે ઐતિહાસિક પુલની જર્જરિત સ્થિતિ મુદ્દે થયેલા કેસમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે બંને ઐતિહાસિક પુલના રિસ્ટોરેશન અને સુપરવિઝન સહિતના કામ માટે કઇ કઇ એજન્સીઓની નિમણૂક કરવામાં આવી છે અને તેઓ કઇ રીતે કામ કરશે તે બાબતે અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગના અંડર સેક્રેટરી દ્વારા સ્પષ્ટ સોગંદનામું કરવામાં આવે.આ કેસની વધુ સુનાવણી ત્રીજી જુલાઇના રોજ મુકરર કરવામાં આવી છે.

મંગળવારે આ કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી એડીશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર તરફથી ગોંડલના બંને પુલ મામલે અને વૈકલ્પિક બે બ્રીજ અંગે યોજાયેલી બેઠકની વિગતો રજૂ કરી હતી અને વધુ પ્રગતિ અહેવાલ રજૂ કરવા સમયની માંગ કરી હતી. તેથી ખંડપીઠે આદેશ કર્યો હતો કે,’આ મામલે નિષ્ણાંતોની સમિતિની બેઠક અંગે કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને પુલના ઐતિહાસિક વૈભવ અને વારસાની કાળજી લેવાશે. તેમાં કોઇ પણ ફેરફાર નહીં કરાય એવી ખાતરી આપવામાં આવી છે અને એ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ રિસ્ટોરેશન દરમિયાન કરવામાં આવશે એનો નિર્ધાર કરવામાં આવ્યો છે. ડીપીઆરને નિષ્ણાંતોએ મંજૂરી આપી છે અને બજેટની ફાળવણી વગેરેનું કામ પ્રગતિમાં હોવાનું સરકારે કહ્યું છે. આ મામલે વધુ પ્રગતિ અંગે કોર્ટને માહિતી આપવા માટે રાજ્ય સરકારે બે સપ્તાહનો સમય માંગ્યો છે.

તેથી કેસની વધુ સુનાવણી ત્રીજી જુલાઇના રોજ મુકરર કરવામાં આવે છે અને સાથે જ અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગના અંડર સેક્રેટરીને સોગંદનામું કરવાનો આદેશ કરવામાં આવે છે.

આ કેસમાં ગત સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારા એક સોગંદનામું કરીને જણાવવામાં આવ્યું હતું કે, ગોંડલના બંને ઐતિહાસિક પુલનું રિનોવેશન, રિસ્ટોરેશન અને રિપેરિંગ કામ તેનો વારસો અને ‌વૈભવ જળાવય એ રીતે કરવા માટેનો નિર્ણય કરાયો છે. લગભગ એકાદ વર્ષની અંદર બંને પુલનું કામ પૂર્ણ થશે અને ત્યારબાદ માત્ર હળવા વાહનોની અવર-જવર માટે તેમને ખોલવામાં આવશે. જ્યારે કે ભારે વાહનોના યાતાયાત માટે નવા બે પુલ બનાવવામાં આવશે. જેનું નિર્માણ આગામી બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.’

આ કેસમાં એક તબક્કે સરકારના સોગંદનામા પ્રત્યે હાઇકોર્ટે નારાજગી દર્શાવી હતી. ત્યારે સરકારે રજૂઆત કરી હતી કે બંને પુલના રિનોવેશન અને રિપેરિંગ માટે ત્રણથી ચાર મહિનામાં ડીપીઆર કરવામાં આવશે અને ત્યારબાદ ટેન્ડરિંગની પ્રક્રિયા કરીને એક વર્ષમાં રિનોવેશન પૂર્ણ કરવામાં આવશે. હાલ બંને પુલ બંધ હોવાથી વાહનોને ૧૦થી ૧૨ કિમી ફરીને જવું પડે છે. જે મુશ્કેલીને દૂર કરવા માટે નવા બે પુલ બનાવવામાં આવશે. જેના માટે જમીન સંપાદનની કામગીરી શરૂ કરવામાં આવશે. સરકાર જોડે અમુક જમીન છે અને એનો થોડો હિસ્સો ખાનગી પ્લોટનો છે. તેથી એ પ્રક્રિયા પૂર્ણ કરીને બે વર્ષમાં બે નવા પુલ તૈયાર કરી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com