શેરબજારમાં ટ્રેડિંગ, ભજીયા ખાનારા અનેક લોકો મોટા લાડવા મુકશે, શેર બજારનું લાગેલું ઘેલું અનેક ને લાગે છે સહેલું,
દેશમાં અત્યારે ઘરે ઘરે ઇસ્યુ ભરનારા અને શેર બજારમાં રોકાણ કરનારાઓની સંખ્યા તોતિંગ વધી છે, ત્યારે કમાયું કોણ? રોજબરોજ ટ્રેડિંગ કરીને ભજીયા ખાઈને મોટા લાડવા મુકતા અનેક ફ્યુચર ઓપ્શનમાં મોટા ઘેખે કરતા અનેક નવ યુવાનો માટે આવનારો સમય ચેતવણી રૂપ હશે, અમેરિકાની આવેલી મંદીબાદ અમેરિકા ઉભો થઈ ગયું, પણ ભારત જીરવી શકશે ખરું? આજે રિયાલિટી માર્કેટમાં પરિવાર કરતાં મકાનોની સંખ્યા વધુ છે, ત્યારે જે 2008ની સાલમાં બિલ્ડરોએ જે સ્કીમો લાવ્યા હતા અને ચાદર બહાર પગ બહાર કાઢીને ધંધો કરેલ તેવા અનેક લોકો પાયમાલ થઈ ગયા હતા, ત્યારે આજે પણ લાખો મકાનો ખાલી ખમ છે, શેર બજારની તેજી જોવા જઈએ તો ક્યાં પર્ફોર્મન્સ આધારે આગળ વધી રહી છે, તે ખબર નથી, બાકી સત્તાકીય પ્રવૃત્તિઓ વધતા ભલે index વધતો હોય સ્કીમોના ભાવ તો ત્યાં ને ત્યાં જ છે ત્યારે
બોક્સ
અમેરિકાની 2008ની મંદીમાં અમેરિકા ઉભું થઈ ગયું, ભારત ઊભું ઝડપી થઈ શકશે ખરું? રિયાલિટી હાઉસિંગ ની જે સ્કીમો આવી રહી છે, તેમાં બિલ્ડરો દ્વારા ચાદર બહાર પછાડી પાથરી છે, જે મંદિ આવશે તેમાં ઘણા હાલક ડોલક થઈ જશે
આજે શેર બજારમાં મૂછનો દોરો ન ફૂટ્યો હોય તેવા યુવાનો ટ્રેડિંગ કરીને રોજ ભજિયું મળી જાય એટલે આનંદ મેળવે છે પણ લાડવો મોટો મુકવાનો આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નહીં, મહુડીની સુખડી કોઈ ઘરે નથી લઈ ગયું તેમ શેરના નાણા પણ કોઈ ઘરે ના લઈ જાય ઇન્વેસ્ટરો કમાય બાકી ભજીયા ખાનારા અને ટ્રેડિંગ કરનારા મૂકીને જ જાય, આવનારો સમય મંદિનો મોટો પરપોટો ફૂટે તો નવાઈ નહીં,