જશુ જોરદાર રીપીટ? OBC ને તો મળે તેવી શક્યતા, કમિટીઓમાં સમાવવા કકળાટ

Spread the love

જશુ જોરદાર ફરી રીપીટ ન થાય તે માટે ભાજપના બે નેતાઓ કોન્ટ્રાક્ટરોનું લોબિંગ

ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોએ જસુની મુદ્દત પૂર્ણ થતા મીઠાઈ ફટાકડા ફોડયા હતા ઘણા ICU માં દાખલ

 

ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનની મુદ્દત પૂર્ણ થતા હાલ મનપા ખાતે કાગડા ઉડે છે અને કબૂતર ઘુ ઘુ કરે છે, ત્યારે જે નગરસેવકોની હાજરી અને ચાર્મ જે દેખાવો જોઈએ તે દેખાતો નથી, ત્યારે મહિલા અનામત સીટ મેયર તરીકેની છે, ત્યારે ગમે તે મહિલાને મૂકી શકાય પણ, જનરલ સીટનું પતકડું ફેરવીને જનરલ સીટમાંથી જ નામ ઉપસી આવ્યા છે, ત્યારે ST, SC, OBC મહિલાઓ ને તો ભજન જ ગાવાના છે, ત્યારે અગાઉ મેયર તરીકે હિતેશ મકવાણા હતા, ત્યારે તેમણે જોરદાર કામ કર્યું હોય તો તે મહિલાઓ માટે ત્રણ જેટલા સોનોગ્રાફી મશીન વસાવીને જ છે મીર માર્યા તે સરાહનીય છે, બાકી ગુજરાતમાં અનેક મેયર આવ્યા પણ સોનોગ્રાફી મશીન હજારો સગર્ભા મહિલાઓ તથા બીમાર દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બન્યા છે, ત્યારે ડેપ્યુટી મેયર પદ માં જે પણ આવ્યા તે શકુનીયાળ નીકળ્યા છે, અગાઉ નાજાભાઇ ધાંધર પોતે પગાર ભથ્થા અને સરકારી ગાડી વાપરતા ન હતા, ત્યારબાદ પ્રેમલસિંહ ગોલ આવ્યા, તેમણે સરગાસણ, કુડાસણ જેવા વિસ્તારોમાં રહેતા લોકો વાવોલને પસંદ કરવા માંડ્યા, વાવોલ નો વિકાસ પ્રેમલસિંહને આભારી છે, ગાંધીનગરથી સૌની નજીક હોય તો વાવોલ કહી શકાય બાકી સેક્ટર 21 ખાતે આવવા જવાનો શાક માર્કેટમાં એક ચકરડી હતી, જે 25 વર્ષથી વેપારીઓ રજૂઆત કરતા હતા, પણ તંત્ર સામે કોઈની પીપૂડી વાગતી ન હતી, ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર નાજાભાઇએ 6 ચકરડી નાખી દીધી, એ મોટો મીર કામનો માર્યો કહી શકાય, ત્યારબાદ ચેરમેન તરીકે જશુ જોરદાર વોશિંગ મશીનમાં કપડાં ધોવાય તેમ ઘણા કોન્ટ્રાક્ટરોને ધોઈ નાખ્યા હતા, એક મહિલા અને અધિકારી તથા કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરવા સુધી કવાયત તે જ કરીને હિંમત કરનારા ચેરમેન કહી શકાય, સરકાર કરોડોની ગ્રાન્ટ ખર્ચ કરે છે, તો ક્વોલિટી પણ આપવી પડશે, ત્યારે ઘણા કોન્ટ્રાક્ટરો જશુ જોરદાર થી જ તોળા પોકારી ગયા હતા,
જશુ જોરદાર દ્વારા કરેલા કામો બાદ અને કોન્ટ્રાક્ટરોએ કામના ઉલેચા ભર્યા હતા, ત્યારે અનેક કામોમાં કોન્ટ્રાક્ટરોની લાલિયાવાડી જે પાટનગર યોજના અને માર્ગ અને મકાનમાં ચાલતી હતી, જેમાં ક્વોલિટીના નામે મીંડુ વાળા અનેક ભુક્કા કાઢી નાખ્યા હતા, ત્યારે હવે જશુ જોરદાર ચેરમેન તરીકે ફરી રીપીટ ના વાવડ મળી રહ્યા છે, બજારમાં પડીકા બજારે હાલ કબજો જમાવી દીધો છે, રોજબરોજ નવા નિત નામો માર્કેટમાં આવી રહ્યા છે, ત્યારે આ વખતે ઓબીસી સમાજે પણ જોર કર્યું છે ,આમ તો પીપૂડી વાગતી ન હતી, પણ હવે ઓબીસી સમાજના મતદારોની સંખ્યા સૌથી વધારે અને કેન્દ્રીય ગૃહ મંત્રીને જે લીડ મળી તે ઓબીસી સમાજને આભારી છે, જે નક્કી કરશે AS પોતે જ કરવાના છે, બાકી પોત પોતાના મામકાઓને મૂક્વા ભલામણોનો દોરથી લઈને પ્રદેશ કક્ષાએ આંટા ચાલુ જ છે, ત્યારે હાલ રજની પટેલને કાર્યકારી બધી જવાબદારી પણ સોંપવામાં આવી છે, ત્યારે 18 જૂનના રોજ ફરી તારીખ આપી છે, બાકી ચૂંટણી લોકસભામાં આચારસંહિતા પછી પણ મુદત ઉપર મુદ્દત પડી રહી છે, ત્યારે કામની દ્રષ્ટિએ અને ભ્રષ્ટાચાર ઘટાડવા કરેલી જસુની પહેલને અનેક લોકોનો ટેકો છે, ત્યારે જશુ જો રીપીટ થાય તો અનેક કોન્ટ્રાક્ટરો પાછલા દરવાજેથી ફરી ઘુંસ મારવા ટાંપીને બેઠા છે, તેમના રસ્તા ખુલી જાય ત્યારે ઉચ્ચ કક્ષાએ પણ રિપીટ ના પ્રશ્ને વિચારી રહ્યા છે, ત્યારે હવે મહિલા મેયર બાદ ચેરમેન જો જશુ જોરદારની નિમણૂક કરી થાય તો અને કોન્ટ્રાક્ટરો આઈ. સી. યુ માં જતા રહે તેવો ઘાટ સર્જાયો છે,
ભાજપમાં રોજ નવા નામ માર્કેટમાં બોલાય છે, ત્યારે હવે નવા નામમાં મહોર માર્યા બાદ જાહેર થાય, ત્યારે ખબર પડે, પણ રીપીટ અઘરું છે, પણ કામની દ્રષ્ટિએ જોવામાં આવે તો અઘરું નથી,

બોક્સ
મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર બનવા અનેક નગરસેવકો થનગની રહ્યા છે, ત્યારે જશુ જોરદારને ચેરમેન તરીકે ફરી રીપીટ ની ચર્ચાથી શહેરમાં અનેક કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટાચારીઓમાં ફાળ પડી છે, કે આ અઘરી વ્યક્તિ ક્યાં પાછી ગળે પડી રહી છે, ત્યારે નામ ફરી ચર્ચામાં આવતા ઘણા કોન્ટ્રાક્ટરોના શ્વાસ અધર થઈ જતા 138 પણ ઘટી ગયું છે, બાકી જો નામ જાહેર થાય તો ઘણા આઈસીયુ માં દાખલ કરવા પડે,
ભાજપના એક નેતા પોતે તેમના મામકાઓના નામ લઈને ફરી રહ્યા છે, ત્યારે ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશજી ઠાકોરને અનેક લોકો પોતાની ભલામણ કરવા ઓળખાણ લાવી રહ્યા છે, ત્યારે ત્રણ હોદ્દા અને ભલામણ કરવી કોની? આ પ્રશ્ન ધારાસભ્ય માટે પેચીદો છે, બાકી નામ જાહેર થયા બાદ લેવા દેવા નહી, છતાં સબંધ રાજકીય બગડ્યાના જેવો ઘાટ સર્જાશે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com