ઘણીવાર તમે અનુભવ્યું હશે કે ન્હાવા માટે જેવું શરીર પર પાણી નાંખવામાં આવે, તરત જ થોડી સેકેન્ડમાં પેશાબ આવવા લાગે છે. ઘણા લોકો બાથરૂમમાં જ પેશાબ કરી દે છે. ઇન્ટરનેટ પર તમામ વસ્તુઓ વાયરલ થતી રહે છે, જેમાં ભ્રામક દાવા કરવામાં આવે છે. ઘણીવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો કહેતા જોવા મળે છે કે જો નહાતી વખતે પેશાબ આવે તો તે બીમારીઓનો સંકેત હોય છે.
તેનાથી ઘણા લોકોના મનમાં સવાલ ઉઠે છે કે, નહાતી વખતે પેશાબ આવવો કઇ બીમારીઓનો સંકેત હોય છે અને આવું થાય તો શું કરવું જોઇએ. ચાલો તેના વિશે ફેક્ટ જાણીએ.
ઓસ્ટ્રેલિયન વેબસાઇટ ‘ધ કન્વર્સેશન’ અનુસાર, આપણા બ્રેન અને બ્લેડરની વચ્ચે ન્યૂરલ નેટવર્ક દ્વારા સતત કમ્યુનિકેશન હોય છે. આ નેટવર્કને બ્રેન-બ્લેડર એક્સેસ કહેવામાં આવે છે. આ સિસ્ટમ આપણા પેશાબ કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે અને આપણને પેશાબ કરવાની જરૂરિયાત અનુભવાય છે. જ્યારે આપણું બ્લેડર યૂરિનથી ભરાઇ જાય છે, ત્યારે નર્વસ સિસ્ટમ એક્ટિવ થવા લાગે છે અને લોકોને પેશાબનું પ્રેશર અનુભવાય છે. આપણી નર્વસ સિસ્ટમ સતત બ્લેડરની મોનિટરિંગ કરે છે અને જેવું બ્લેડર ફુલ થઇ જાય, એવું તરત જ ખાલી કરવાનો સંકેત મળવા લાગે છે. તે નેચરલ પ્રોસેસ હોય છે.
ઘણી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જ્યારે આપણા શરીર પર ઠંડુ પાણી જાય છે, ત્યારે બોડીની સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થઇ જાય છે. આ દરમિયાન બ્લડ પ્રેશર વધવા લાગે છે અને તેને નોર્મલ રાખવા માટે કિડની વધારે ફ્લૂડને ફિલ્ટર કરવા લાગે છે. આ પ્રોસેસને ઇમર્શન ડ્યુરેસિસ કહેવામાં આવે છે. આ દરમિયાન આપણું બ્લેડર નોર્મલની તુલનામાં ખૂબ જ ઝડપથી ભરાવા લાગે છે અને લોકોને પેશાબ કરવાની જરૂર અનુભવાય છે. આવું ફક્ત ઠંડા પાણીના કારણે જ નહીં પરંતુ ગરમ પાણીથી ન્હાવાના કારણે પણ થાય છે.
ઘણા લોકોને પેશાબ કરવામાં મુશ્કેલી અનુભવાય છે પરંતુ શાવર દરમિયાન તે સરળતાથી પેશાબ કરી લે છે. વર્ષ 2015ની એક સ્ટડીમાં સામે આવ્યું હતું કે જે પુરુષોને યૂરિનરી ડિફિકલ્ટી હોય છે, તે રનિંગ વોટરના અવાજથી રિલેક્સ અનુભવે છે અને પેશાબ કરવામાં સરળતા રહે છે.
જો કે ડોક્ટર્સની માનીએ તો નહાતી વખતે પેશાબ કરવો નોર્મલ પ્રોસેસ છે અને તે કોઇપણ બીમારીનો સંકેત નથી હોતો. તેવામાં લોકોએ તેને લઇને ચિંતા કરવાની જરૂર નથી અને જો પેશાબ કરવામાં સમસ્યા આવી રહી હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.