ગાંધીનગરમાં ફરી 7 કરોડ 75 લાખનું ફુલેકું ફર્યું,…ફોરેનનાં વિઝા અપાવવાના બહાને 23 લોકો ખંખેરાઈ ગયા…

Spread the love

ગાંધીનગરના કુડાસણમાં ઉગતી કોર્પોરેટપાર્ક નામના બિલ્ડીંગમાં આવેલ ઉમિયા ઓવરસીસનાં ઓથાર હેઠળ લવારપુરનાં પિતા પુત્ર સહિત ચાર એજન્ટોનાં એક પછી એક વિઝા કૌભાંડો બહાર આવી રહ્યા છે. અત્યાર સુધીમાં એજન્ટોએ વિદેશ જવા ઈચ્છુક 23 લોકોને ફોરેનનાં વિઝા અપાવવાના બહાને 7 કરોડ 75 લાખનું ફુલેકું ફેરવવામાં આવતાં ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના ડભોડા જવેરી ફાર્મમાં રહેતા ધોરણ – 12

પાસ જીગ્નેશ બંસીલાલ પટેલનો બે વર્ષ અગાઉ સામાજીક

પ્રસંગમાં શૈલેષભાઈ કુબેરદાસ પટેલ (રહે. લવારપુર) સાથે

સંપર્ક થયો હતો. એ વખતે શૈલેષ પટેલે તેનો પુત્ર અંકિત,

પુત્રવધૂ અનેરી તેમજ તેમનો મિત્ર વિશાલ પટેલ ગાંધીનગર

કુડાસણ ખાતે ઉગતી કોર્પોરેટ પાર્ક બિલ્ડીંગમાં ઉમિયા

ઓવરસીસ નામથી વિઝા કન્સલટન્ટની ઓફિસ રાખી

વિદેશ જવા ઈચ્છુક લોકોને વીઝા તેમજ પરમેનેન્ટ રેસીડન્સ

અપાવવાનુ કામ કરતા હોવાની વાત કરી હતી. આથી જીગ્નેશે

ઉપરોકત સ્થલે ત્રણેય એજન્ટ નો વિદેશ જવા માટે સંપર્ક

કર્યો હતો. ત્યારે ત્રણેય જણાએ જીગ્નેશ અને તેના પરિવારને

કેનેડાના PR કરાવી આપવા પેટે 65 લાખ નક્કી કર્યા હતા.

જે અન્વયે જીગ્નેશે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સહિત 25 લાખ

રોકડા ચૂકવી દીધા હતા. બાદમાં કેનેડાના વિઝા બાબતે

જીગ્નેશે ઇન્કવાયરી કરતા એજન્ટોએ બાકીના 25 લાખ

આપી કામ થયાં પછી બાકીના પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા.

જો કે વાયદા મુજબ વિઝાનું કામ થયું ન હતું. ત્યારે માલુમ

પડયું હતું કે, એજન્ટ વિશાલ પટેલ વિદેશ ભાગી ગયો છે.

તો અંકિત, અનેરી અને શૈલેષ પટેલે પણ હાથ અધ્ધર કરી

લીધા હતા.

જેનાં પગલે વધુ તપાસ કરતા જીગ્નેશને માલુમ પડયું હતું કે, આ ચારેય જણાએ જીગ્નેશ ઉપરાંત હિતેન્દ્ર ધનજીભાઇ પટેલ, સંદિપ કાન્તીલાલ ભટ્ટી, ચન્દ્રકાંન્ત અરવિદભાઈ પટેલ, રાહુલ ગીરીશભાઇ પટેલ, હરેશ રમેશભાઈ પટેલ, ધીરજ ચંન્દ્રકાન્તભાઈ પટેલ પાર્થ બીપીનભાઈ પટેલ, હર્ષદ જશુભાઇ પટેલ પુર્વશ જયંતિભાઇ પટેલ, તુષારભાઈ રાજેશભાઈ, અમીબેન નિર્સગભાઇ પટેલ, શિલ્પાબેન રવિભાઇ પટેલ, નવનેશકુમાર કનુંભાઈ પટેલ, મુકેશકુમાર અમૃતલાલ પટેલ કાજલબેન ચિરાગભાઈ પટેલ, હાર્દિક જયંતિભાઇ પટેલ, રીધ્ધીબેન દિપભાઈ જાની જીનલબેન ડી પટેલ, કુલદિપસિહ ભરતસિંહ ઝાલા, પટેલ ધવલકુમાર વિષ્ણુભાઇ, પટેલ સચિન પંકજભાઈ તેમજ ચૌધરી રાજેશકુમાર બળદેવભાઇ પાસેથી પણ વિદેશ મોકલવાના બહાને કુલ રૂ. 7 કરોડ 75 લાખનું ફુલેકું ફેરવવા માં આવ્યું છે. ઉપરોક્ત તમામે ફરિયાદ આપતાં ઈન્ફોસિટી પોલીસે ચારેય એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com